Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક!
૨૭,
નાભિ, એ ત્રણ કુલઘરને વારે જઘન્ય અપરાધે હકાર અને મધ્યમ અપરાધે મકાર તથા ઉત્કૃષ્ટ અપરાધે ધિક્કાર, એ રુપ ત્રણ દંડ નીતિ થઈ. એકદા તે નીતિ હેપી આહાર અ૫ મલવે કરીને માંહોમાંહે કલેશ કરાઁ યુગલીયે નાભિકુલઘરને કહ્યું. તે અવસરે નાભિમેં કહ્યું ઋષભ સમજાવશે. ઋષભે કહ્યું મારા પિતા નાભિ સમજાવશે. તેવા અવસરે નાભિરાજા ભાવ પૂર્ણ કરી નાગકુમારમાંહે દેવતાપણે ઉપના. માતા મરૂદેવી વિદ્યમાન છે. અહીં પણ એ જેડી વિખંડાણી દેખીને તે અવસરે ઇંદ્ર આવી યુગલિયા પ્રત્યે કહ્યું, તમારે ઋષભ રાજા કરિયે. માટે તમે રાજ્યાભિષેક નિમિત્તે પાછું લાવો. તે પાછું લેવા ગયા તેવારે ઇંદ્ર પ્રભુને રાજ્યાભિષેક કરી વસ્ત્રાભરણાદિકે કરી વિભૂષિત કીધા. યુગલીયા કમલપત્રે નીર આણું પ્રભુને દેખી વિસ્મિત થકા ચિંતવવા લાગી કે, એ પ્રભુનું સર્વ શરીર પૂજનીય છે, તેમાટે અંગુઠેજ અભિષેક કરિયે. એમ વિચારીને અંગુઠેજ અભિષેક કર્યો. એવા વિનયગુણ વાલા યુગલિયાને દેખી ઇંદ્ર હર્ષિત થયો કે કહેવા લાગે છે અહીં વિનિતા નગરી વસાવીને પ્રભુને રાજા થાપવા.
હવે ઈંદ્રની આજ્ઞાથું ધનદ નામા લેકપાલે બાર જન વિસ્તીર્ણ, નવ જન હિલી એવી વિનિતા નગરી વસાવી. તિહાં હસ્તી, અશ્વ, ગાય, ભેંશ, બલદ પ્રમુખના સંગ્રહ કર્યો. સર્વ રાજ્યસ્થિતિ પ્રવર્તાવી છે ૮ जीहो राजा प्रथम ए जाणीयें, जीहो जुगलिक नर अभिषेक ॥ जीहो करतां जाणी आविया, जीहो हरि दाखे विवेक॥०॥९