Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 334
________________ લબ્ધીવંત વયરસ્વામિ. ૩૧૭ बारसमां श्रीसिंहगिरीसर, तेरमा श्रीवयरस्वामी जी ॥ अंतिम ए दश पूरवधारी, लब्धि अनेक जेणें पामी जी । नभोगामिने वैक्रियक्रिया, शासन भासनकारी जी॥ प्रवचन रचना जेणे समारी, अतिशय गुणना भारी जी ॥५॥ અર્થ –બારમેં પાટે શ્રીસિંહગિરિજી થયા. તથા તેરમે પાટે શ્રી વયર સ્વામી અંતિમ એટલે છેહેલા દશ પૂર્વધર થયા; જેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેની સંક્ષેપથી કથા કહે છે. તુંબવન ગામે ધનગિરિ નામા ગાથાપતિર્યો પિતાની સુનંદા સ્ત્રીને ગર્ભવતી મૂકી સિંહગિરિ પાસેંથી. દિક્ષા લીધી. પછવાડે સુનંદાયે પુત્ર જયે. તે પુત્રે સાંભલ્યું જે, મહારા પિતાયે દીક્ષા લીધી છે. પછી ઈહાહ કરતાં જાતિસ્મરણ ઉપન્યું. તેવારે તે બાલક પણ ચારિત્ર લેવાને ઉત્સુક છે. પછી નિરંતર રે, માતાને ઉદ્દેગ ઉપજાવે, અનુક્રમે છ માસને થયે. તેવારે ધનગિરિ સાધુને માતાર્યો આપ્યો. તેણે ગુરૂને સેં. વજની પેરેં ઘણે ભાર લાગે, માટે ગુરૂયૅ વજનામ દીધું. પછી સાધવીને ઉપાશરે પાલણ માંહે રમતાં આર્યાના મુખથી અંગોપાંગ સિદ્ધાંતને પાઠ. સાંભળતાં પદાનુસારણું લબ્ધિ ઉપની. તેના બલેં અગીઆર અંગને પાઠ ભણ્યા. સાધિક ત્રણ વર્ષના થયા, તેવારે ભાવથી ચારિત્ર ઉપનું. પછી બાળકની માતાયે ગુરૂ પાસેથી પુત્ર પાછો માગ્યું, પરંતુ તે બાલક માતાની પાસે ટુકડા ના આવે. પછી રાજા સમક્ષ તે બાલકની માતાયે ઘરેણું પકવાન પ્રમુખ વિવિધ વસ્તુ દેખાડી અને ધનગરિયે એ મુહપત્તી.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346