Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 341
________________ ૩૨૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક શ્રી સોમતિલક સૂરિ થયા. ઓગણપચ્ચાસમેં પાટે શ્રીદેવસુંદરસૂરિ થયા. તે વખત ઘણા ગ૭માં કિયાની શિથિલતા દેખી, આચાર્યો અઠ્ઠમ કરી શાસન દેવીનું આરાધન કરી શ્રીસંઘ સમક્ષ સીમંધર સ્વામી પાસે પ્રશ્ન પૂછવા મોકલી. સીમંધર સ્વામિમેં કહ્યું, જ્ઞાનાચારાદિક પાંચ આચાર તે શ્રી તપાગચ્છની સમાચારમાં નિર્મમત્વપણે છે. પછી દેવીયે આવી સર્વસંઘને તે વાત સંભલાવી. તેવારે સર્વ શ્રીસંઘે વિશેષથકી તપાગચછની સમાચારી અંગીકાર કરી. તથા પચ્ચાશમે પાટૅ શ્રી સેમસુંદરસૂરિ મહા પ્રભાવિક થયા. તેવાર પછી જેમણે ઉપદેશરત્નાકર અધ્યાત્મકલ્પદ્રુમ પ્રમુખ બહુ ગ્રંથ કીધા છે ! ૧૩ છે कर्ता शांतिकरंना जाणो, मुनिसुंदर एगवन्ना जी॥ कीधा श्राद्धविधादिक ग्रंथा, रत्नशेखर बावन्ना जी॥ लक्ष्मी सागर मूरि त्रेपनमा, सुमति साधु चोपनमा जी। हेम विमल मूरिसर जाणो, प्रगट थया पणपन्ना जी ॥१४॥ અર્થ:–તથા રાશી ગછના શ્રીસંઘને મરકીને ઉપદ્રવ નિવારવાને અર્થે શાંતિકર નામક સ્તોત્ર કર્યું છે. તથા બીજા પણ પૂર્વોક્ત અનેક પ્રકરણ રચ્યાં છે, એવા શ્રી મુનિસુંદર સૂરિ એકાવનમે પાટે થયા. તે પછી જેણે શ્રાદ્ધવિધિ આદિક અનેક ગ્રંથની રચના કરી છે, એવા રત્નશેખર સૂરિ બાવનમે પાટૅ થયા. ત્રેપનમેં પાટે લક્ષ્મી સાગર સૂરિ થયા. ચેપનમે પાટે સુમતિ સાધુ સૂરિ થયા. પચાવનમે પાર્ટી હેમવિમલ સૂરીશ્વર થયા તેમણે મણિભદ્રની સ્થાપના કરી, સાધુ મરતા નિવાર્યા, મગરવાડામાં તીર્થ સ્થાપ્યું ૧૪

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346