Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૯૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
તીર્થકર નામ થયું. જે વૃક્ષ નીચૅ પ્રભુને કેવલજ્ઞાન ઉપનું, તેનું નામ પ્રયાગવડ થયું, તેની પૂજા થઈ.
હવે કચ્છ મહાક૭ ટાલી બીજા સર્વ ભદ્રક પરિણમના ધણીએં ફરી દીક્ષા લીધી. ભરત પણ ભગવાનને વાંદી અયોધ્યામેં આવ્યું. ઋષભદેવું તિહાંથી અનેક જીવ તારવા ભણું વિહાર કર્યો ભરતે ઘેર જઈ ચક્રરત્નની પૂજા કીધી. અઠાઈમહેન્સવ કરી ષખંડ સાધવાને સન્મ લઈ ચાલે. આગલ હજાર ય અધિષ્ઠિત ચક્રરત્ન જેટલા જન ચાલે, તેટલા જન સન્ય પણ ચાલે. અનુક્રમેં ગંગા દેવીના ઘરને વિષે તેણે કહ્યું માટે રહ્યા. તિહાં નવી નવી ભાતે નવા નવા વેશે લીલ વિલાસ કર્યો. પછી ગંગા દેવીયે માર્ગ આપે. તામસ ગુફા ભાંગી, સ્વેચ્છના દેશ સાધ્યા. એમ ષટખંડ સાધીને શાઠ હજાર વર્ષે ભારત પાછા અયોધ્યા આવ્યા. તિહાં સુંદરીયે પણ શાઠ હજાર વર્ષ સુધી આંબિલ તપ કીધું. તેવામાં નમિ વિદ્યાધરને ઘરે સ્ત્રીરત્ન નવું ઉપન્યું તે નામિવિદ્યાધરીને ભરત પરણ્યા છે, માટે અહીં આવ્યા તેવારે સુંદરીયે ભરતને મોતીયે વધાવ્યા. પણ ભરોં સુંદરીને તપસ્યાને મેં દુર્બલ દેખી જાણુનેં સંયમ લેવાની આજ્ઞા આપી. સુંદરીયે દીક્ષા લીધી. એવામાં ભારતની આયુધશાલામાંહે ચક્રરત્ન પ્રવેશ કરે નહીં. તેવારે અધિષ્ઠાયિકને પૂછયું. તેણે કહ્યું, તાહારા ભાઈ આજ્ઞા માનતા નથી. પછી સર્વ ભાઈઓને કહ્યું કે, મહારી આજ્ઞા માને. સર્વ ભાઈ દીક્ષા લીધી. તે પણ ચકરત્ન પેસે નહીં. વલી ભરતેં મુખ્ય મંત્રીને પૂછયું. તેણે કહ્યું, સર્વ ભાઈ આજ્ઞા માને, છે પણ