Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
વરસી તપને પારણે.
રા जीहो वरसें कीधुं पारणुं, जोहो इखुरस दीये श्रेयांस ॥जीहो वरस सहस्स छद्मस्थमां, जीहो विहार करेनिराशंस॥०॥१६॥
અર્થ – એ રીતે પ્રભુયે શ્રેયાંસકુમારે આપેલા ઈશ્નરસેં કરી વરસીતપનું પારણું વૈશાખ સુદ ત્રીજને દિવસે કીધું. તે વખત લોકમાં અખાત્રીજ પર્વ થયું, તે પ્રસિદ્ધ છે. એ કર્મ ભગવાને પાછલે ભ સાધુજીવદયા જાણ બલદને મુખે શીકલી બંધાવી તે બાર ઘડી સુધી રહી, તેથી વર્ષ દિવસ પર્યત અન્ન ન પામ્યા. અહીં પંચ દિવ્ય પ્રગટ થયાં, સાડી બાર કોડિ સુવર્ણની વૃષ્ટિ થઈ, સર્વ લોક ચમત્કાર પામ્યા. શ્રેયાંસકુમારનું યશ ત્રણ ભુવનમાં વિસ્તર્યું. એ અવસર્પિણકાલમાં શ્રેયાંસકુમારથી પ્રથમ સુપાત્રદાન પ્રવર્યું. “યતઃ મિથ્યાદષ્ટિસહભ્ય, વરમેકેજિનાશ્રયી છે
જિનાશ્રસિહભે, વરમેકાણુવ્રતી ના આવ્રતિસહસંભ્ય, વરમેકેમહાવ્રતી છે મહાવ્રતિસહસંભ્ય, વરમેકેજિનેશ્વર: રા
જિનેશ્વરસમં પાત્ર, ન ભૂતં ન ભવિષ્યતિ | ચતઃ પાત્રવિશેષેણ, દેયં દાન શુભાત્મભિ: ૩” - પછી સર્વ લેકે શ્રેયાંસ કુમારને પૂછયું જે, એ દાનવિધિ તમેં કેમ જાણે? તેવારે શ્રેયાંસે કહ્યું કે, પૂર્વભવના પરિચયથકી. મહારે પ્રભુસાર્થે આઠ ભવને સંબંધ છે. તે આવી રીતે કે, ૧) સ્વામી ઈશાન દેવલેકે, તેવારે હું સ્વયંપ્રભા દેવી. ૨) સ્વામી પૂર્વ મહાવિદેહે પુષ્કલાવતી વિજયે લોહાગૈલ પુરે વજા જંઘ રાજા, તેવારે હું શ્રીમતી રાણી. ૩) પછી ઉત્તર કર્યો બે યુગલિયાં હતાં, ૪) સૌધર્મ દેવ