Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૭૦
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
“સવૅવિ લવિયંગી, સવં નફૅવિડંબણું છે સવે આભરણુ ભારા, સવે કામાદુહાવહા
એ ગાથા સાંભલી રાજા બોલ્યો કે, હે પ્રધાન ! તમેં વિના પ્રસ્તાવેં આ ગાથા કેમ કહી?
યત્રરાગસ્તત્રવૈરાગઃ કથં ? યત્ર વૈરાગ સ્તત્ર સરાગ: કથં? યત્ર શ્રીઅર્થ:તત્ર આસિઅર્થ કર્થ છે
માટે હે મંત્રી આ પ્રસ્તાવેં આ વાત શાકામની? તિવારે પ્રધાન બલ્ય, મેં આ વાત પ્રસ્તાવેંજ કહી છે, તે આવી રીતેં કે, આજ મુજને ચારણશ્રમણમુ. ની મલ્યા. તેમણે કહ્યું કે તમારા રાજાનું આયુષ્ય એક માસનું છે. એવી વાત સાંભળી રાજા ચમક. મરણ સમાન કેઈ ભય નથી. પછી મંત્રિને કહેવા લાગે કે, હું તો મેહનિદ્રામાં સુતો હતો, તેં સુતાને જગાવ્યા તો ખરે, પરંતુ આગ લાગીને કૂવો કેમ ખણાય ? તેમ હવે એક માસનું આયુ રહ્યું, તેમાં શું ધર્મ સાધન થાય? તેવારે પ્રધાને કહ્યું,
મેં વિષવાદ મ કરે. એક દિવસનું ચારિત્ર પણ દેવતાના સુખ આપે છે. એવું સાંભલી પુત્રને રાજ્ય આપી સાતક્ષેત્રે ધન વાવરી અઠ્ઠાઈ મહત્સવ કરી સુગુરૂ પાસું ચારિત્ર લહી ચેત્રીશ દિવસ ચારિત્ર પાલી અંતે અનશન કરી કાલ કર્યો.
તિહાંથી પાંચમેં ભોં ઈશાન દેવલોકે પ્રભવ નામા વિમાનને વિષે લલિતાંગ નામા સામાનિક દેવતા થયે. તિહાં સ્વયંપ્રભ નામા દેવી સાથે વિષય સુખ લેગવતે વિચરે છે. પછી એક દિવસે સ્વયંપ્રભ નામા દેવી તિહાંથી ચવી, તેના વિરહ થકી મૂર્છા પાયે, ઘણું રૂદન કરવા લાગે તેવારે