Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી અરિષ્ટનેમિને કેવળ પ્રાપ્તિ.
૨૫૯
રામાનુગામેં વિહાર કરતાં થકા દેહને વિદેહ કર્યો. વિના કર્મ છે. નહીં, માટે દેહને વિદેહ કરી ઘાતકર્મ ખપાવીને કેવલજ્ઞાનને સંયોગ પામ્યા. તે કહે છે ૧૦ आसोज वदि अमावसी रे, छठ करी चउविहार ।। सो० ॥ पछिम य में चित्ता रिरकेंरे, सहस्सावने गिरनार ॥सो॥११॥
અથ–પચ્ચાવનમાં દિવસની રાત્રિને વિચાલે અંતરાવર્ત થર્યો થકે વર્ષાઋતુને ત્રીજે માસ પાંચમે પખવાડે આજ વદિ અમાવાસ્યાના દિવસે પાછલા પહોરના સમયે ચઉવિહારા બે ઉપવાસ કરે છતે ગિરનારના ગે સહસ્ત્રાગ્ર વનને વિષે આમ્સ વેતસ વૃક્ષને નીચે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવે કે શુકલધ્યાન ધ્યાવતા થકા જેહને અંત નહીં એ સર્વોત્તમ સુર્યસમાન અપ્રતિપાતિ કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામતા હવા ૧૧ છે
હવે સહસાગ્ર વને શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉપનું ઇંદ્રાદિકે આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યું. સમવસરણની રચના કરી. વનપાલકે શ્રીકૃષ્ણવાસુદેવ પ્રત્યે વધામણ કીધી. કૃષણે વધામણીયાને શાઢી બાર કોડ સુવર્ણ દીધું. પછી સર્વ ઋદ્ધિ પરિવાર લડીને કૃષ્ણ વાસુદેવાદિક પ્રભુને વાંદવા આવ્યા. રાજીમતી પણ આવી. તિહાં ધર્મ દેશના સાંભલી વરદત્તનામાં રાજાયે મેં હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. રહનેમિયે પણ દીક્ષા લીધી. તીર્થ સ્થાપના પ્રવત્તિ. પછી રાજીમતિના નેહનું કારણ કૃષ્ણ વાસુદેવં પુછયું. તેવારે પ્રભુયે ધનકુમાર અને ધનવતીના ભવથી માંડીને નવ ભવના સંબંધ