Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી પાથપ્રભુના દશભવ.
૨૨૩ લાગવા ગયો. તિહાં જઈ પગું લાગી પિતાને અપરાધ ખમાવી પાછો લે છે તેવારે કમઠે મરૂભૂતિને એલખી પિતાનું વૈર સંભારી તેના માથા ઉપર એક મહેટી શિલા નાખી, તેથી મરણ પામ્યા.
૨ બીજે ભવેં સમેતશિખર પર્વત ઉપર હસ્તી થયે, અને કમઠ પણ તે પહાડ ઉપરથી ઉતરતાં નીચું ત્રટી પડયે; તિહથી મરણ પામી, તેહીજ સમેત શિખર પર્વત ઉપર કુટ જાતિ સ થયે. હવે એક સમય અરવિંદ રાજાર્યો સંધ્યા સમયને વિષે પંચવરણ વાદલાં દેખી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી એક દિવસેં અરવિંદ સાધુ સંઘની સાથે સમેત શિખરે યાત્રાયે જાતાં માગે અટવીમાં એક સરોવર દેખી સંઘ તિહાં ઉતર્યો, સાધુયે તિહાં કાઉસ્સગ કર્યો. તિહાં તે વનગજ મદોન્મત હસ્તી પણ પાણી પીવાને આવતો કે દેખીને સર્વ સંઘનાં લેક નાઠાં. તેવા અરવિંદ રૂષિયે અવધિજ્ઞાને જોયું, તો અમર(મરૂ)ભૂતિને જીવ હાથી થયે દીઠે. પછી હસ્તીમેં પણ રુષીશ્વરને કાઉસગું રહ્યા દેખી જાતિસ્મરણ પામી પૂર્વલા ભવ દીઠા. તેથી શ્રાવકનાં બાર વ્રતની અભિલાષા ધરતે થકે તિમાંથી સાધુને પ્રણામ કરી સરોવરમાંથી પાણી પીને પોતાનું સ્થાનકે ગયે. સાધુ પણ તિહાંથી વિહાર કરી યાત્રાર્થે ગયા. હવે એક દિવસેં ઉષ્ણ કાલે હસ્તી તૃષાયે પીડ થકી મધ્યાન્હ સમયે સરોવરની પાર્લે ઉભે છે, તે સમયે તે કમઠને જીવ જે કુર્કટનામાં સર્ષ થયા છે, તે પણ ઉડતે ઉડતે ત્યાં આવ્યો. હાથીને દેખી મહા કોપાયમાન થયે થકે હસ્તીના કુંભસ્થલને વિષે ડંશ માર્યો. તેના વિષના પ્રભાવથી હાથી
મરણ પામ્યો.