Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
२४४
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ રામાં નાખે, તેવારે અઈમત્તો વૈરાગ્ય પામી દીક્ષાગ્રહણ કરતે હવે. હવે જીવયશા નાચે કુદે છે, એવામાં તે અઈમત્તે સાધુ પણ ચરીને અર્થે ફરતે તિહાં આવ્યું. તેને જીવ શાથે કહ્યું કે, હે દેવર ! આ આવે, આપણે બે રમી. એમ કહી તેને ગલે લગી, અને દેવકીના પગ સાધુના મસ્તક ઉપરે આણ્યા. તેવારે ત્રાષિ બોલ્યા કે અરે ગર્વ શું કરે છે ? આ દેવકીને સાતમો ગર્ભ તાહારી પતિને મારશે ? એમ કહી સાધુ ચાલ્યા ગયા. જીવયશાયે તે વાત કંસને સંભળાવી. તે સાંભલી કંસ ચિંતાતુર થક રાજસભા બેઠે છે. તેને વસુદેવજીયે ચિંતાનું કારણ પૂછયું. તેવારે કંસ કપટથી બોલ્યા કે જરાસંઘની પુત્રી તો વાંજણી છે, અને બીજી તે ન પરણાય. તે હવે પુત્ર વિના કેમ કરીએં? વસુદેવજી બોલ્યા-પિતાના કરણી વિના પુત્ર શું કરશે ? તેવારે કંસ બે -તમારે તે ઘણી સ્ત્રીઓ છે, તે ઘણા પુત્ર જણશે. માટે દેવકીજીના સાત ગર્ભ મુજને આપે. વસુદેવજીયે પણ સાત ગર્ભ આપવા કબૂલ કર્યા પછી વસુદેવ પાસેંથી બેલ લેઈ કંસ નિશ્ચિત થકો રાજ્ય કરે છે.
હવે એવા અવસરે ભદ્ધિલપુર નગરે નાગ નામા શેઠની સુલસા ભાર્યા શુદ્ધ શ્રાવિકા છે, તેને અમૃતવચ્છા દેષ છે, તેથી તેણે હરિણી ગમેષી દેવ આરાધ્યો. તેણે કહ્યું કે નિકાચિત કર્મ ટાલી ન શકું, પણ તમારા મને રથ પૂર્ણ કરીશ. હવે સુલસા અને દેવકીયે સમકાલેં ગર્ભધારણ અને પ્રસવ ક્ય. તિહાં અનુક્રમેં દેવકીજીયે છ પુત્ર પ્રસવ્યા. તે દેવતાર્થે લઈને સુલસાને આપ્યા અને સુલસાના મૃત બાલક
જણાય. તે છે પસી
શું કરશે ? તે વસુદેવજી એ