Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૨૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેક
જિનના ચવન, જન્મ, દીક્ષા, કેવલ અને મેક્ષ, એ પાંચ કલ્યાણક કહે છે, તે સાંભળે. જેમ તમારે સમકિત શુદ્ધ થાય અને સદા સર્વદા આસ્તા, શ્રદ્ધા રૂપ શુભવાસના થાય. તિહાં પ્રથમ તે શ્રીપાનાથના દશ ભાવ સંક્ષેપથી કહે છે.
૧ પિતનપુરને વિષે અરવિંદનામું રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત છે. તેને એક કમઠ અને બીજે મરૂભૂતિ એ બે પુત્ર છે. તેમાં કમઠ સ્વભા દુષ્ટ છે, બેટા લખણ લે છે. તેની સ્ત્રી વરૂણું છે. અને મરૂભૂતિ સ્વભાર્વે ભદ્રક છે, ધર્માત્મા છે, કરૂણાવંત છે, તેની સ્ત્રીનું નામ વસુંધરા છે; તે મહા ચપલ સ્વભાવ વાલી છે. કેઈ એક દિવસેં કમઠે પ્રધાન વસ્ત્રાભૂષણ વસુંધરાને આપીને પોતાને વશ કરી, માંહો માંહે પ્રીતિ બાંધી ભેગકર્મ કરવા લાગે. તે વાત કમઠની સ્ત્રી વરૂણાર્થે જાણીને મરૂભૂતિને કહેવા લાગી કે હે દીયર! મહારે ભર્તાર તાહારી સ્ત્રી સેવે છે, તે વાત ન માને તે પરીક્ષા કરે. તે સાંભળી મરૂભૂતિ કપટૅ કરી ગામેં જવાને મિશ કરી છાને બીજા
સ્થાનકે જઈ રહ્યો. રાત્રે કમઠ અને પોતાની સ્ત્રી બે કીડા કરતાં દેખી ક્રોધ પામે. પ્રભાતે રાજાને દુરાચારની વાત કહી. રાજાયે કમઠને પકડી ભૂંડે હાલે રાસભ ઉપર ચઢાવી નગરમાં ફેરવી શહેર બાહર કઢાવ્યું. પછી તે કમઠ તાપસ થયે. બાર વર્ષ તપ કરી પાછે પોતનપુરના ઉદ્યાને આવ્યું. તિહાં તપસ્યા કરે પણ ગામમાં ન આવે. ગામના લેક તપસી દેખી જનાદિ આપે, પ્રશંસા કરે. પછી મરૂભૂતિયે એ વાત સાંભલીને મનમાં વિચાર્યું કે મહારે અપરાધ ખમાવી આવું. એવું ચિંતવી ઘણું ભેજનાદિક રંધાવી કમઠને પગે