Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
વસુદેવની કથા.
૨૪૩
આપડા રાંક ઉપર તમારે શું ચડાઇ કરવી ? એને તેા હુંજ પકડી લાવીશ. એમ કહી વસુદેવજી કંસની સાથે તિહાં સિંહ રાજા ઉપર લશકર લઇ ગયા. પછી ત્યાં લઘુલાઘવી કલાયે કરી કસે સિંહરાજાને જાણી વસુદેવને આણી દીધા. વસુદેવે આવીને સમુદ્રવિજય રાજાને હાથે દીધા. સમુદ્રવિજયે તિહાંથી જરાસંઘને દઇ મેાકલ્યે. તેણે કરી જરાસંઘ સંતુષ્ટ થયેા. વલી તને માકલી કહેવરાવ્યું જે મહારી જીવયશા નામા પુત્રી તથા વાંછિત એક દેશનું રાજ્ય, જેણે એ દુષ્ટને પકડયા છે, તેને હું આપીશ. એવું દૂતના મુખથી સાંભલી સમુદ્રવિજય રાજાયે નિમિત્તિયાને પૂછ્યુ. તેવારે નિમિત્તિયે કહ્યું કે, એ જીયશા માવિત્ર તથા સ્વસુર બેહુના કુલની ક્ષય કરનારી છે. તેવારે રાજા ચિ ંતાતુર થકેા, વસુદેવજીને પૂછ્યું કે, એને તમે કેવી રીતે પકડયા ? વસુદેવજીયેં કહ્યું, કંસે પકડયેા. રાજાયેં વિચાર્યું જે, એ વિક માંહે એટલું ખલ કયાંથી ? એમ ચિંતવી, શેઠને તેડાવ્યા. શેઠ પણ ખીહીતા થકા પેટી અને નામાંકિત મુદ્રડી પ્રમુખ લઇ રાજા પાસે આવી સર્વ વાત કહી. તે સાંભલી રાજા પ્રસુખ સર્વ હર્ષ પામ્યા અને જાણ્યુ જે એતા ઉગ્રસેન રાજા અને ધારણી રાણીના પુત્ર છે. પછી કંસને રાજગૃહ નગરે' માકલ્યા. તેને જરાસ ધ રાજાયે પેાતાની પુત્રી જીવયશા પરણાવી. અને સખલ સૈન્ય આપ્યુ. તે લઇ કંસે ઉગ્રસેન રાજાને જીવતા જાલી કાંપિજરામાં નાખી, પોતે મથુરા નગરીના રાજ્ય કરવા માંડ્યુ.
હવે વસુદેવ મરે. પૂર્વભવે સ્ત્રી વૠભ કર્મ ઉપા છે તેની કથા કહે છે. પૂર્વલે ભવે વસુદેવજીના જીવનદીષેણુ
१६