Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૦૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધા
ભૂલે, પરંતુ દેવતા જાણતા થકાં પણ ભૂલા દેખાય છે જે તેને સર્વજ્ઞ જાણ વાંદવા જાય છે. જેમ તીર્થ જલને વિષે કાગડે ન જાય, જેમ માખી ચંદનને ન વાંછે, ઉંટ ભલા વૃક્ષને ન વાંછે, કૂતરે ખીરને ન વાંછે, ઘૂવડ સૂર્યને ન વા છે, તેમ દેવતા પણ યજ્ઞને ન વાંછતા યજ્ઞ મૂકીને તિહાં જાય છે. પણ આકાશનું બે સૂર્ય એક ક્ષેત્રમાં સમાય નહીં, એક ગુફામાં બે સિંહ સમાય નહીં, એક મ્યાનમાં બે તરવાર ન હેય, તેમ હું અને એ બે સર્વજ્ઞ પણ કેમ હર્યો? માટે એ પાપીનું સર્વજ્ઞપણું ખમી શકો નથી. એ તો કઈ પરદેશી ઇંદ્રજાલિયો ધૂર્ત દેખાય છે.
એટલામાં અનેક ભવ્યલોક પ્રભુને વાંદી આવે છે. તેને ઇન્દ્રભૂતિ હાંસી પૂર્વક પૂછતો હવે કે, હે લેકે ! તે સર્વજ્ઞ કહે છે? તે બોલ્યા? એના ગુણને પાર કે પામે. અર્થાત્ કેઈ ન પામે. એ લેકના મુખથકી વચન સાંભલીને ચિંતવ્યું છે એ સર્વલક એણે ભૂલવ્યા છે. માટે સબલધૂર્ત દેખાય છે. તે હવે હું એને મૂકું નહીં. હમણાં જ જઈને ઝીપું પૂર્વે પણ ગૌડેદેશના પંડિત મુજથી નાશી દૂર દેશં ગયા, સૌરાષ્ટ્રના સર બકોર કરતા નાઠા, માલવાના પંડિત મૂગા થયા, તૈલંગદેશના પંડિત તિલમાત્ર થયા, ગુર્જરના પંડિત બેલી પણ શક્યા નહીં, માહારા આગલ કઈ પણ ઉભું રહે નહીં. હવે એનું પણ સર્વજ્ઞપણું પાધરું કરીશ. માહારા ભાગ્યે એ આવ્યું છે. મહારે કયા કયા શાસ્ત્રને અભ્યાસ નથી? અર્થાત્ લક્ષણ, છંદ, સાહિત્ય, તર્ક અને શબ્દશાસ્ત્રાદિક સર્વ હું સારી પેઠે શીખેલે છું