Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
બીજા સર્વ દિક્ષિત ગણધર થયા.
* ૨૦૭ હવે મૈતમેં દીક્ષા લીધી, એ વાત અગ્નિભૂતિ બીજા ભાઈયેં સાંભલી વિચાર્યું જે પર્વત, વાયુથકી ડગે નહીં, ચંદ્રમા મધ્યેથી અગ્નિ વરસે નહીં, અગ્નિમાં શીતલતા ન હાય, તે પણ હું ત્યાં જઈ એ ઈદ્રજાલિયાને હટાવી મહારા ભાઈને પાછો લેઈ આવું. એમ ચિંતવી અમર્ષે સહિત પાંચશે છાત્રના પરિવારે શ્રીવીર પાસે આવ્યો. તેને તેહીજ રીતેં શ્રીવીરે બેલાવ્યું કે, હે અગ્નિભૂતિ ! તુજને શું કર્મ છે કિંવા નથી? એ સંશય છે, તે શું તું વેદનો અર્થ નથી જાણતો “તિકતી” પુણ્યકમે પુણ્યવંત, પાપકર્મો પાપી, વલી લેકમાં એક સુભાગી, એક દુર્ભાગી, એક સુપવાન, એક કુરુપવાન, એક ધનવંત, એક નિર્ધન એ સર્વ કર્મના ભેદ જાણવા. એ રીતે વેદમાં કર્મસત્તા છે. તે સાંભલી એણે પણ પાંચશે છાત્ર સહિત દીક્ષા લીધી છે ઈતિ દ્વિતીય ગણધર | ૨ |
અગ્નિભૂતિયે દીક્ષા લીધી તે સાંભળી ત્રીજે વાયુભૂતિ ભગવંત પાર્સે આવ્યો. ભગવંતે તેમજ બોલાવીને કહ્યું કે, તે જીવને તેહિજ શરીર? એ તુજને સંશય છે, તે શું તું વેદમાં “સમુછાય” પદ નથી જાણતો ? ઇત્યાદિક પૂર્વની પેરે જીવસત્તા તેનું ભેગસ્થાન જે શરીર તે ભિન્ન છે. તે સાંભલી વાયુભૂતિયે પણ દીક્ષા લીધી ઈતિ તૃતીય ગણધર | ૩ |
હવે ચોથે વ્યક્ત આવ્યું. તેને તેમજ ભગવંતેં કહ્યું, તુજને સંશય છે કે પાંચ ભૂત અને જીવ જુદો છે? તે