Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
પ્રભુ નિર્વાણ પામ્યા.
૧૫ અર્થ:-શિવ એટલે નિરૂપદ્રવ મેક્ષસ્થાનકે શ્રીવીર ભગવાન્ પહેતા. હવે પોતાને અંત સમય જાણુને શ્રીમહાવીર દેવે સંધ્યા સમયથી પહેલાં શ્રી ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા સારૂ પાર્શ્વ વસ્તી ચામું મોકલ્યા હતા. તે તિહાં પ્રતિબોધ આપી રાત્રિ રહી પ્રભાતે પાછા વલ્યા. તેવા માર્ગમાં કેટલાએક દેવેને શન્ય ચિત્તે દેખ્યા અને ઉપગથી વીરનિર્વાણ સાંભવ્યું. તેવા વાહતની પેરે મૂચ્છ પામ્યા. પછી સાવધાન થયા, તેવારે મેહને વશે વિલાપ કરવા લાગી કે, હે પ્રભે! તમેં ત્રણ લોકના સૂર્ય અસ્ત પામ્યા તો હવે મિથ્યાત્વ રૂપ અંધકાર પસરવા માંડશે? કુતીર્થ રૂપ ઘુવડ ગજજારવ કરશે? દુકાલરૂપ રાક્ષસ પ્રવેશ કરશે? ચેર ઘણું થાશે? જેમ સૂર્ય અસ્ત થયે કમલ કુમલાય, તેમ ચતુર્વિધ સંઘ રૂપ વન કુમલાશે? જેમ ચંદ્ર વિના આકાશ, જિમ દિવા વિના મંદિર, જેમ સૂર્યવિના દિવસ, તેમ તમારા વિના એ ભરત ક્ષેત્ર શોભા રહિત થાશે? હે શ્રી મહાવીરદેવ! હવે હું તેના પગતલિયાં ઉલ્લાસતો થકે મહારા મનના સંદેહ પૂછીશ ? કેને હું ભગવાન કહી બોલાવીશ? હે પ્રભે! હવે મુજને તમ વિના બીજો કેણ ગતમ કહી બોલાવશે? હાહા! હે વીર! તમેં એ શું કર્યું જે આ વખતે મને દૂર કીધો? હું શું બાલકની પેરે આડે બેશી છેડે માંડી રહેત? શું કેવલજ્ઞાનને ભાગ માગત? શું મેક્ષમાર્ગ સંકીર્ણ થાત? જે મુજને મૂકી ગયા? એમ મૈતમને વાર વાર મોહને વશે કરી વીર ! વીર! એ અક્ષર મુખે રહી ગયો. પછી શ્રીગેતમજીયેં વિચાર્યું કે એ શ્રીવીતરાગ