Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
અહછેદક નિમિત્તિએ.
૧૭૫ | તિહાંથી વિહાર કરી મેરાસન્નિવેશે પારણું કરી કાઉસ્સ રહ્યા. તિહાં સિદ્ધાર્થ વ્યંતરે સ્વામીના શરીરમાં સંકમીને લેક આગલ નિમિત્ત ભાખે છે. તેવારે અહદક નામા નિમિત્તિઓ હાથમાં તૃણ લઈને પૂછવા લાગે કે આ તૃણ છેદાશે, કિંવા નહીં? તે સાંભલી સિદ્ધાર્થ ના કહી. તેવારે તે છેદવા લાગે. એટલામાં ઈંદ્ર અવધિયે જોઈને ભગવંતને મહિમા રાખવાને તે નિમિત્તિઓની આંગલી છેદી નાખી. તેથી નિમિત્તિઓ વિલ થયા. પછી સિદ્ધાર્થે લોક આગળ કહ્યું કે એ નિમિત્તિઓ ચાર છે. તેણે વીરા કર્મ કરને દશ પલને વાટક ચેરીને ખજુરી હેઠે ડાટ છે. તથા ઈંદ્ર શમાને બેકડો એણે ખાધો છે. તેનાં અસ્થિ બોરડી નર્ચે ડાટયાં છે. તથા ત્રીજું દૂષણ જે એમાં છે તે એની સ્ત્રીજ કેહેશે. એવું સાંભળી લોકે એની સ્ત્રીને જઈ પૂછયું. તેવારે તે સ્ત્રી બોલી કે એ પાષ્ટિ, પિતાની ભગિનીને ભેગવે છે. એવી વાત પ્રસિદ્ધ થવાથી ગામમાં ફિટ ફિટ થયે થકે આવી પ્રભુને વિનતિ કરી કે તમેં ક્ય પૂજનક છે, હું અહીં સુખેં જીવું છું. ભગવંતે અપ્રીતિ જાણી ત્યાંથી વિહાર કર્યો.
उतरतां गंगा नदी जी, सुरकृत सहे उपसर्ग ॥ संबल कबलें वारीओ जी, पूर्वभवें गोवर्ग ॥ चउ०॥१२॥ - અથ–તેવાર પછી ભગવંત વિચરતા થકા સુરભિપૂર નગરને વિષે ગયા. તિહાં ગંગાનદી ઉતરવાને અર્થે બીજા લેક સિદ્ધદર ખારૂની નાવમાં બેઠા, તેની સાથે