Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૬૪.
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સંતાડ્યા હતા. એ તાહારૂં જ કામ દેખાય છે? મને નિરર્થક રાત્રે ભમવું પડયું. એમ કહી હાથમાં દામણું લઈ ભગવંતને મારવા દે.. એટલે ઈ અવધિજ્ઞાનેં જોયું અને તિહાં આવી ગોવાલીઓને શિક્ષા આપી અને કહ્યું કે અરે
વાલીયા ! તું નથી જાણતો એ સિદ્ધાર્થ રાજાને પુત્ર છે? એણે દીક્ષા લીધી છે. એમ કહી ગોવાલીયાને ઇંદ્ર મહારાજે દૂર કર્યો. પછી ભગવાનને વિનતિ કરી કે હે પ્રભુ! તમને આગલ ઉપસર્ગ ઘણા થશે, માટે બાર વર્ષ પર્યત વૈયાવચ્ચને અર્થે હું તમારી પાસે રહું. તેવારે પ્રભુ બેલ્યા કે હે દેવેંદ્ર ! “ન એયં ભૂસું ન એયં ભવં ન એયં ભવિસ્યું જન્ન અરિહંતા દેવિંદસ અસુરિંદસ્ય નિસ્તાએ કેવલનાણું ઉપાડિસુ ઉષાડિસંતિ વા સિદ્ધિવાવઐતિ ઇતિ છે માટે જે અરિહંત હોય, તેને દેવસંબંધિ, મનુષ્ય સંબંધિ, જે ઉપસર્ગ ઉપજે, તે સર્વ સહન કરે, પણ કેઈનું સહાય લીયે નહીં, કેમકે કર્મક્ષય વિના કેવલ ઉપજે નહીં. માટે માહારાં કરેલાં કર્મ હું પોતે ભોગવીશ, પણ કેઈનું સહાય ધારણ કરીશ નહીં. ઈત્યાદિક ભગવંતના વચન સાંભલી પ્રભુને મરjત ઉપસર્ગ નિવારવાને અર્થે ઇદ્ર સિદ્ધાર્થ રાજાને માસીઆઈ ભાઈ સિદ્ધાર્થનામેં વ્યંતર તેને પ્રભુની પાસે મરણુત ઉપસર્ગ નિવારવા સારૂ મૂક્યું. પછી ઇંદ્ર નમસ્કાર કરી પ્રભુ સંયમધર થયા તેની સ્તવના કરતાં ઈદ્ર લેકે ગયા. ગોવાલીયે પણ પોતાને સ્થાનકે ગયે.
હવે બીજે દિવસે કેલ્લાગસન્નિવેશે બહુલનામા બ્રાહ્મને ઘરે કાંસ્યપાત્રે ખીર લેઈ પ્રભુત્યે પરમાનં પારણું કીધું.