Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૭૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધડ
નહીં. તેથી તે યક્ષના દેરાને પૂજારે ઈશર્મા નામેં વિપ્ર હતો, તેણે ભગવંતને રહેવાની મનાઈ કરી, તેમ બીજા લોકે પણ વાર્યા તે પણ પ્રભુ તિહાં રાત્રે કાઉસ્સગ રહ્યા. તે દેખીને યક્ષ રૂઠે અને સંધ્યા સમયથી ઉપસર્ગ કરવા લાગે. તિહાં પ્રથમ અટ્ટહાસ્ય કર્યું, પછી હરતીના રૂપ, પિશાચનાં રૂપ કરી ઉપસર્ગ કરવા માંડયા. પણ ભગવંત લગાર માત્ર ક્ષેભ ન પામ્યા. તેવારે વલી મસ્તક, કાન, નાસિકા, આંખ, દાંત, હઠ, પૂઠ, નખ, એ આઠ સ્થાનકે વિવિધ વેદના ઉપજાવી. તથાપિ ભગવંતને અક્ષેભ જાણી, ચક્ષ પ્રતિબંધ પામ્યા અને પ્રભુની ભકિત કરવા લાગ્યા. એટલામાં સિદ્ધાર્થ વ્યંતર આવ્યોતેણે કહ્યું કે અરે શૂલ પાણિ યક્ષ! આ તેં શું કર્યું? તું નથી જાણતો કે એ સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે, મહાટી સમતાને ભંડાર છે. જે ઈદ્રમહારાજ જાણશે, તો તને બાહિર કાઢી મૂકશે. તે સાંભલી વલી પણ યક્ષે પિતાને અપરાધ ખમા અને પ્રભુ આગલ ગીત ગાન કરવા લાગે છે કે છે मुहूर्त मात्र निद्रा लहे जी, सुहणां दश देखंत ॥ उत्पल नाम निमित्तियो जी, अर्थ कहे एम तंत ॥०॥५॥
અર્થ –હવે ભગવંત પણ રાત્રિના ચાર પ્રહર કદર્થના પામ્યા. તેના શ્રેમેં કરી કાઉસ્સગ્નમાંજ પાછલી રાત્રે બે ઘડી નિદ્રા આવી. તિહાં નિદ્રામાં દશ સુપન પ્રભુ દીઠાં, તે કહે છે. એક તાલપીશાચ હ, બીજે ઉપલે પક્ષી અને ત્રીજો વિચિત્ર કેકિલાનું જોડું, એ બે સેવા કરતાં દીઠાં. જેથી ફૂલની