Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
લપાણિને પ્રતિબોધ.
૧૭. દિવસ હતા તેથી કઈ બલદ તે રેતી ભરેલી નદીમાંથી ગાડું તાણીને ચાલી શકે નહીં. પણ તે બલદેમાં એક બલદ ઘણે. જોરાવર હતે તેણે તે પાંચશે ગાડા નદી થકી ઉતારી પહેલે. પાર કર્યો. પરંતુ પોતે તૂટી પડયે, તેથી ચાલી ન શક્યા. તેવા સાર્થવાહે ચારા પાણીને અર્થે વદ્ધમાન ગામના અધિકારી શેઠ, પટેલ, ગામદ, પટવારી, પ્રમુખને તે ધારી ભલાવ્યું. તેને તૃણ જલાદિક સારૂ ધન આપ્યું. વલી તે બલદની ચાકરી કરવાની ઘણું ભલામણ દીધી. પછી શેઠ, તિહાંથી ચાલ્યા ગયે. પછવાડેથી તે ગામના લેકેયે તે બલદની સાર સંભાલ કાંઈ પણ કીધી નહીં. શેઠનું ધન આપેલું સર્વ ખાઈ ગયાં. પછી તે બલદ ભૂખ તૃષાયે પીડા શુભધ્યાને મરણ પામીને વક્ષ થયું. તેણે અવધિ જ્ઞાનેં પાછલું વૃત્તાંત જોયું. પછી ગામનાં લેકે ઉપર રૂઠે થકે. મરકી વિકૃવી. તેથી ઘણું માણસ અને ઢેર મારવા લાગ્યાં. પછી લેકે મલી તેને આરાધ્ય. તેવારેં યક્ષ પ્રગટ થઈ આકાશ વાણીયે કરી બોલવા લાગ્યો કે હું બલદનો જીવ છું, તમેં મને કુમરણે માર્યો છે, તેથી હું કે છું. માટે તમેં હવે મહારા નામનું દેહેરૂં કરી, તેમાં વૃષભના રૂપે મહારી મૂત્તિ થાપ, તો રોગ મટે. પછી કોયે મરણ ભયથી તેની પ્રતિમા કરી દેહેરે થાપી પૂજા કરી, તેથી મરકી ઉપશમ થઈ. પરંતુ તે મરકીર્યો કરી તે ગામની સીમે સ્થાનકે હાડકાં ઘણાં પડયાં દેખી તે વદ્ધમાન ગામનું નામ અસ્થિગ્રામ એવું લોકોમાં પ્રગટ થયું. હવે ભગવાન તે શૂલપાણી નામા યક્ષને પ્રતિબોધવાને તે યક્ષને દેહેરે આવ્યા. તેવારેં તે યક્ષ. મહાદુષ્ટ છે, કેઈને પોતાના દેહેરે રાત્રે વાસ કરવા આપે