Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૭૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબે
ભૂખે મરતાં થકાં ઝૂંપડીના તૃણખલાં ખાવા આવે. તે જોઇ બીજા તાપસા તે પશુના સમૂહને હાંકી કાઢે, પશુ પ્રભુતા મૌનપણે રહે, કાઈ જનાવરને તૃણુખલાં ખાતાં દૂર કરે નહીં. એમ કરતાં સર્વ તૃણુ પશુએ ખાઇ ગયા. તેવારે ઝૂંપડુ ઉઘાડું દેખી કુલપતિ આહ્યા કે હૈ પ્રભુ! પંખીએ પણ પેાતાના માલા સાચવે છે, અને તમે તેા રાજ્યપુત્ર થઈ પોતાના આશ્રમ કેમ સાંચવી શકતા નથી !! ૩।।
अमीति लहि अभिग्रह धरी जी, एक परख करी विचरंत || शूलपाणि सुर बोधिओ जी, उपसर्ग सहि अत्यंत ॥ चउ० ॥४॥
અ:—એવી રીતે કુલપતિને અપ્રીતિ ઉપની દેખી ભગવાને નિર્ધાર્યું જે મહારે અહીંઆં રહેવું નહીં. પછી આશાઢી પૂનેમથકી પંદર દિવસે એટલે આષાઢ વિદ અમાવાસ્યાયે ચામાસાના પન્નર દિવસ જાતાં પ્રભુયે તિહાંથી વિહાર કર્યો, તેથી ઉપડયા. ભગવંતને ન ગણે ચામાસુ એવું કહેવાશું. તિહાં ભગવંતે પાંચ અભિગ્રહ લીધા, તે કહે છે. એક અપ્રીતિ ઉપજે, તિહાં ન રહેવુ. મીનું નિર તર કાઉસ્સગમાંજ રહેવુ.... ત્રીજું ગૃહસ્થના વિનય ન કરવા. ચાથું યથા સંભવે. મૌનપણે રહેવુ. પાંચમું હાથમાં લેાજન કરવું. એવા અભિગ્રહ સહિત વિચરતાં થકાં શૂલપાણિ યક્ષને દેહરે પ્રથમ ચામાસું રહેવા પધાર્યા. ત્યાં અત્યંત ઉપસર્ગ સહન કરીને શૂલપાણિ યક્ષને પ્રતિબાધ્યા, તેની કથા કહે છે. ધનદેવ નામે સા વાહે પાંચશે ગાડાં માલનાં ભરી, કોઇ ગામાંતરે જતા હતા. માર્ગમાં મહુવાલુકા નદી આવી. તિહાં નાલાના