Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ત્રિીશલા માતાની ચિંતા.
•
૧૧૭
અર્થ –-વલી મેં પાછલે ભવે અવધિ આશાતના કીધી હશે અને કરાવી હશે, વલી અશુદ્ધ પ્રવૃત્તિ ચલાવી હશે, બેટી પ્રરૂપણયે ધર્મ પ્રરૂપે હશે, છતી શકતું દાન ન દીધું હશે, દેતાં પ્રત્યે વાર્યો હશે, અથવા ગર્ભમાં શાતન પાલન કર્યો હશે, કામણ, ડુમણ, કર્યા, કરાવ્યાં હશે, અથવા લેકને કપટ કરી ઠગ્યા હશે, માયાચૅ કરી બગલાની પેરે ખોટું ધ્યાન ધ્યાયું હશે, એવા પ્રકારનાં મેં ઘણાં પાપ સંધ્યાં હશે, તેનું પાપ હમણાં ઉદય આવ્યું.પા के शील विलूप्यां, के वली गर्भ हराव्यां ॥ इत्यादिक बहुलां, पाप करम फल आव्यां ॥ इहां दोष न कोइनो, शोच करे शुं थाय ॥ जेम जलधिमां मुक्यो, छिद्रे घडो न भराय ॥६॥
અથા--કે મેં લોકનાં શીલ મંગાવ્યાં હશે, કે મેં ગર્ભ હરાવ્યા હશે, કિંવા કે સ્ત્રીને ગર્ભ ઓળવ્યો હશે, અથવા બાલહત્યા કીધી હશે, શોકના પુત્ર ઉપર માઠું ચિંતવ્યું હશે. ઈત્યાદિક ઘણાં પાપકર્મ મેં કર્યો હશે, તેથી મહારે ગર્ભ કઈ હરી ગયે, અથવા ગર્ભ ગલી ગયો. એ મહારાં પાપ કર્મનાં ફલ હું ભેગવું છું, એમાં કઈને દેષ નથી. એ મહારા કર્મો જ વાંક છે, માટે હવે શોક કરવાથી પણ શું થાય ? એ તે જેમ ભાંગેલો છિદ્ર વાલ ઘડો હોય, તે જલધિમાં મૂક્યો થકે તેમાં પાણી રહે નહીં, જેમ અભાગીઆને ઘરે ચિંતામણિ ન રહે, દારિદ્રીને ઘરે નિધાન પ્રગટ ન થાય, જેમ મારવાડની ધરતીને અભાગે કલ્પવૃક્ષ ઉગે નહીં, તેમ હું અપુણ્યવાન તેને ઘેર એ ગર્ભ પણ કેમ ટકે ? ૬