Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ત્રીશલા માતાનો શોક સતાપ
निर्भाग्य शिरोमणि, मेरु चढावी पहाड ॥ लोचन दइ लीधां, धिग धिग कर्म अ जाल ॥ भोजन शुभ पिरशी, काढी लीए जिम थाल ॥ तिम हुं दुःखणीने, राज्य सुखं सवि आल ॥८॥
૧૨૯
અથ—તેથી હું સર્વ નિર્ભાગ્ય જનમાં શિરામણ છું, મને મેરૂ પર્વત ઉપર ચઢાવીને હેઠી પાડી નાખી, તે હવે હું શી રીતે પાછી ચઢું? હવે પાછું ઉપર ચઢવું મુશકેલ છે, હવે કાંથી મહારા ગર્ભ ને કુશલ થાય ? અને કયાંથી મહારી આશા લે? જેમ કેાઇક જન્માંધ પ્રાણીને આંખની પ્રાપ્તિ થાય, તેવારે કેહેવા ખુશી થાય? અને ફ્રી જેવારે પાછે! આંધલા થઈ જાય, તેવારે કેહવા દુ:ખી થાય ? તેમ મુને પ્રથમ તા ગર્ભની આશા મહેાટી આપીને પછી પાછી લઇ લીધી, માટે ધિ:કાર છે, હું કમાલ ! હે દેવ ! તેં આ શુ કીધું? મેં તાહારા શે! અપરાધ કીધા જે તે મને ચાદ સુપનસૂચિત, બૈલેાકય પૂજિત, સર્વ ગુણનિધિ, એવા પુત્રની આશા આપી, પ્રથમ હર્ષ ઉપજાવી ને પાછી શે!કસ તાપમાં નાખી, તેા હવે હું શું કરૂ? કયાં જાઉં? કાણુ આગલ કહું? જેમ કાઈને ભલા પ્રકારનાં ભેાજન, થાલમાં પીરશી, થાલ તેના મુખ આગલ મૂકીને પછી તે લેાજનના થાલ ઉપાડી લઇયે, તે તે કેવા દુ:ખીયા થાય ? તેમ હું પણુ દુ:ખણી થઇ છું. મહારા ગર્ભને કુશલ નથી તે। હવે મહારે એ ફૂલ શય્યાને શુ કરવી ? અને આ રાજ્યનાં સુખ પણ મહારે શા કામનાં છે? એ સર્વ આલરુપ છે, મહારે કાંઈ