Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૩૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેંધર વિમાને સંભલાય. તે સુષા ઘંટા કહેવી છે? તે કે બાર
જન પહેલી છે, છ જન ઉંચી છે, ચાર એજનનું નાલવું છે, તેને દેવકના મધ્ય ભાગમાં રાખી પાંચશે દેવતા ભેગા થઈને વજડાવી. તે વખતેં બારે દેવલોકમાં ઘંટા વાગી. ઉક્ત ચ છે “બારસ જોયણ પહલા, સુઘસા ઘંટા ઈ અદ્ધ ઉચ્ચત્ત ચારિય નાલાઓ. દેવાસય પંચ વાયંતિ છે ? એ ઘંટાને છ મહીના સુધી શબ્દ રહે. પછી તે ઘંટાના શબ્દથી ઈદ્રને આદેશ જાણું, બત્રીશલાખ વિમાનના વસનારા સર્વ દેવતા હર્ષ પામ્યા, અને સર્વ ચાલવાને ઉદ્યમ કરવા મંડી ગયા, અને સૌધર્મેદ્ર પોતે પણ લાખ જનનું પાલક નામેં વિમાન છે તેમાં બેઠા. તેની આગલ ઈદ્રની આઠ અગ્રમહિષી, આઠ ભદ્રાસન ઉપર બેઠી. અને ડાબે પાસે ચોરાશી હજાર સામાનિક દેવતા ભદ્રાસને ઉપર બેઠા. જમણે પાસેં બાર હજાર અત્યંતર પર્ષદાના દેવતા, તેમજ ચઉદ હજાર મધ્ય પર્ષદાના દેવતા તથા શોલ હજાર બાહ્ય પર્ષદાના દેવતા ભદ્રાસન ઉપર બેઠા. ઈદ્રની પછવાડે સાત કટકના દેવતા ભદ્રાસન ઉપર બેઠા. ચારે દિશાએં ચૅરાશી રાશી હજાર આત્મરક્ષક દેવતા ભદ્વાસને ઉપર બેઠા. એમ બીજા પણ ઘણું દેવતા પોત પોતાના વિમાનમાં બેઠા થકા ગીત ગાન કરતા ચાલ્યા. તેમાં કેટલાએક દેવતા કૌતુક જેવાને અર્થે, કેટલાએક ઈદ્રના આદેશથકી કેટલાએક ઈદ્રના સમધમિપણાથકી, કેટલાએક તીર્થકરના ભક્તિરાગું કરી, કેટલાએક સ્ત્રીના પ્રેર્યા થકા, કેટલાએક મિત્રના પ્રતિબંધું, કેટલાએક પિતાને ભાવેં કરી ચાલ્યા.