Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી વિર ભગવાનની ત્યાગ ભાવના.
૧૫૫ છે, તેથી દીક્ષા લેવાની આજ્ઞા ન આપે. તેવારે ભગવાનું બોલ્યા કે હે ભાઈ! એ જીવ એકલો આવ્યો એકલે જાશે. સંસારમાં કોઈ કેઈન સગે નથી, તે કહો હવે કેની સાથે પ્રતિબંધ કરીયે ? માટે હે ભાઈ! તાહારે શેક, સંતાપ ના કર. એવું સાંભલી ફરી નંદીવર્લ્ડન બોલ્યા કે હે ભાઈ!. તમેં કહો છે તે સર્વ સત્ય છે, પરંતુ શું કરું જે મહારે. મોહનીય કર્મને બંધ ઘણે ભારે છે, તે મૂકાત નથી; તે માટે મહારા આગ્રહથી હજી બે વર્ષ પર્યત ઘરમાં રહે. ઉત્તમ પુરૂષની ચાલ છે કે દુઃખીયાને દેખી કરૂણું આવે. એવી રીતનું ભાઈનું કહેણ સાંભલીને ભાઈ ઉપર કરૂણું લાવી બે. વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, અને કહ્યું કે મહારે અર્થે કે ઈ. આરંભ કરશમાં, હું અચિત્ત અન્ન પાણી લઈશ. એમ કહીને હવે તે દિવસથી ભગવાન શુભ ધ્યાનેં કાઉસ્સગ્ગમાં રહે, બ્રહ્મચર્ય પાલે, સ્નાન ન કરે, પરંતુ કેવલ લેકસ્થિતિ રાખવાને અથે હાથ પગ ધેાઈ આહાર કરે.
હવે જેવારે ભગવાન્ જન્મ્યા હતા, તેવારે લેકમાં એવી પ્રસિદ્ધિ થઈ હતી જે ચૌદ સુપન માતાયે દીઠાં, માટે એ ચક્રવત્ત થાશે. એવું સાંભલી શ્રેણિક ચંડપ્રદ્યોતના પ્રમુખ બીજા પણ ઘણા રાજાર્યે પોતાના કુમારને બાલક ઠાકુરની સેવાને નિમિત્ત મોકલ્યા હતા. તે સહુયૅ ભગવાનને ઘેર અનુષ્ઠાન કરતા દેખ્યા અને દેખીને ચિતવવા લાગી છે એ ચક્રવર્તિ નથી, એતે સંયમગ્રાહી છે એવું જાણી સ્વસ્થાનકે ગયા. એવી રીતે વલી પણ બે વર્ષ પર્યત ગૃહવા રહ્યા. પછી નંદીવર્ધ્વન નામેં મોટા ભાઈયે દીક્ષા લેવાની આજ્ઞા દીધી. એમ સર્વ મલી ત્રીશ વર્ષપર્યત પ્રભુ ગૃહસ્થાવાસે રહ્યા.