Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ગર્ભવતીને પાળવાયેગ્ય નિયમ.
૧૨૫
તે કોઢિઓ થાય. ઘણું બેલે તે પુત્ર લબાડ થાય. ઘણું વાજિત્ર સાંભલે, તે પુત્ર બહેરે થાય. એવું વિચારીને ગર્ભની પ્રતિપાલન કરે છે. તરસ લાગે તેવારે જમવું નહીં, ભૂખ લાગે તેવારેં પાણી ન પીવું, એક પ્રહર માહે જમવું નહીં, બે પ્રહર ઉલ્લંઘવા નહીં. જે એક પ્રહરમાણે જમે, તે રસની ઉત્પત્તિ થાય. અને બે પ્રહર ગયા પછી જમે, તો બલ ક્ષય થાય. વલી ઉપવાસ ન કરે, જે કરે તે બહુ દુઃખ થાય.
તથા વલી ગ્રંથાંતરે મૈથુન, યાન, વાહન, અશ્વગમન, પ્રહરવલન, ઉચેથી પડવું, પ્રપીડન, દેડવું, એટલાં વાનાં ના કરે તથા વિઘાત ન કરે, વિષમ ન સુવે, ઉપવાસ ન કરે, વિષમ ન બેસે, ઘણું ભોજન ન કરે, ઘણે રાગ ન કરે, ઘણે શોક ન કરે, ઘણું ખારૂં ન ખાય, અતિસાર, વમન, રેચન, ન લીયે, હિંચેલે ન હીંચે, જે થકી અજીર્ણ થાય, તેવી વસ્તુ ન ખાય.
વલી ત્રિશલા દેવીની સહીયર મલીને શીખવે જે બાઈ ! હવે ચાલ, હવે બેલ, રશ ચઢાવીશ માં, પંથે ચાલીશ માં, ઘણું હસીશ માં, અગાસું સુતાં દીકરો ઘહેલે થાય, ઘણી નીચી મ ચાલીશ, ઘણું ઉંચી મ ચઢજે, દીવસે સુતાં દીકરો ઉંઘણ થાય, આઢીઓ થાય, નખ કાપ્યાથી પુત્ર કુશીલીઓ, થાય, ઘણું દેડયાથી ચંચલ થાય, ઘણું હસવાથી હોઠ, દાંત, તાલ અને જીભ કાલાં થાય, ઘણું ગીત સાંભળવાથી બહેરે થાય, વીંજણે વાયુ કર્યાથી ઉન્મત્ત થાય, અતિ બોલવાથી બોલકો થાય, અતિ શેક કર્યાથી ઉચ્ચાટીઓ થાય, મૂચ્છથકી