Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૧૫
માત ઉદરે ભગવાનની સ્થિરતા. નહીં, ચાલે નહીં, કંપે નહીં, ફરકે નહીં. લગારેક સંવય અંગોપાંગ, ઘણું સંવર્યા અંગોપાંગ ગેપવીને, જેમ કોઈ મુનીશ્વર ધર્મ ધ્યાનનું સાધન કરવાને લીન થઈ જાય, અથવા જેમ વાયરે કરી રહિત ધ્વજા અડગ હોય, અથવા કઈ મેહ ઝીંપવાને અર્થે ધ્યાન લગાડીને નિશ્ચલ રહે અથવા શેલેશી ગુણઠાણે રહ્યો થકો જીવ કે એક તાનમાં અડગ રહે, અથવા જેમ સિદ્ધશિલાને વિષે જીવ, અડગ રહે તેમ ભગવાન્ પણ માતાની કુખમાં અડગ રહ્યા છે ૨ तव माताने मन, पसरयो शोकसमुद्र । नवी खावे पीवे, चिंतातुर गतनिद्र ॥ के वन दव दीधां, के भांज्यां बहु माल ॥ के सरोवर शोष्यां, के ऋषि दीधां आल ॥३॥
અર્થ –તેવારે ભગવંતની માતાના મનને વિષે ચિંતા રૂ૫ સમુદ્રના કલ્લેબની વૃદ્ધિ થઈ અને એ સંકલ્પ ઉપને કે મહારે ગર્ભ, કોઈ દેવતાયે હર્યો, કે મહારો ગર્ભ ચ, કે મહારે ગર્ભ ગ, કેમકે પ્રથમ મહારે ગર્ભ હાલતે, ચાલો, ફરત, હિતે અને હમણાં તો મહારો ગર્ભ હાલતો નથી, ચાલતું નથી, ફરકતો નથી, એમ વાર વાર કહેતી થકી શેકસમુદ્રમાં પડીથકી ગલહથ્થ દેઈ આર્તા. ધ્યાનેં વ્યાપ્ત થઈ ભૂમિકાને વિષે દષ્ટિ થાપીને, પૂરતીથકી અન્ન ખાવાની તથા પાણી પીવાની પણ શુદ્ધ રહી નહીં, રાણીની સુખનિદ્રા પણ ગઈ. એવી અતિ ચિંતાતુર થઈ થકી વિચારે છે, કે મેં પાછલા ભવને વિષે વનમાં અગ્નિ લગાડો હશે, કે પાછલે ભર્વે પંખીના માલા પાડયા હશે, કે પાછલા