Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૧૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
,
કરી વચ્ચેા. વસ્તી ઘણાં ધન, સુવર્ણ, રત્ન, મણિ, મુક્તાફુલ, દક્ષિણાવર્ત્ત શંખ, વિદ્રુમ, રાતાં રત્ન, માણિકાદિક, તેની વૃદ્ધિયે કરી પ્રીતિપૂર્વક સત્કારને સમુદાયે કરી ઘણું ઘણું વધ્યા, તેવારે... શ્રમણ ભગવંતનાં માતા પિતાયે મનમાં એવું ચિંતવ્યું કે, જે દિવસથી અમારી કુખમાં ખાલક ઉપજ્યું છે, તે દિવસથી અમે ઉત્તમ સાર સાર વસ્તુ કરીને, પ્રીતિ સત્કારે કરીને, અત્યત ઘણું વધ્યા છૈયે. તે માટે જેવારે એ ખાલકનું જન્મ ધાશે, તેવારે અમે એ ખાલકનું ગુણનિષ્પન્ન વર્ધમાન એવું નામ, આપીશું. એવું ભગવંતના માતા પિતાયે પ્રભુ ગર્ભમાં છતાંજ વિચાયું ॥૧॥
एम मनोरथ वधते, गर्भे भगवंत ॥ तव एक दिन चिंते, माताजी गुणवंत | नवी हाले फरके, मानुं साधे कोइध्यान ॥ मोह झीपन हेतें, शैलेशी करे कोई तान ॥ ૨॥
અ:—એવી રીતે માતા પિતાના મનારથ વધતે થકે માતાની કુખને વિષે ભગવાનનું શરીર વૃદ્ધિ પામે છે, પરંતુ ઉત્તમ પુરૂષ જેવારે ગર્ભ રહે, તેવારે તેની માતાનું પેટ વધે નહીં, માતાને દુ:ખ ઉપજે નહીં. એમ કરતાં કેટલાએક દિવસ વ્યતિક્રમ્યા પછી એક દિવસે મહાગુણવત ભગવતે વિચાર્યું જે હું માતાના પેટમાં હાલુ છું, ચાલુ છું, તેથી મારી માતાજી દુ:ખ પામતાં હશે ? માટે એક સ્થાનકે રહેવું કે જેથકી માતાને સુખ ઉપજે. એમ માતાની ભક્તિ કરવાને અર્થે ગર્ભ ને વિષે ભગવત હાલે