Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૪૮
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધ આવી, તિહાં ચંપાનગરીના રાજાને બે કુંડલ આપ્યાં. રાજાર્યો પૂછયું જે તે વ્યવહારીયા ! તમેં પરદેશમાં કેઈ તમાસે દીઠે ? તે સાંભલી વ્યવહારીયે બેલ્યા કે અમેં મલ્લીકુમરીનું રુ૫ અદ્દભુત દીઠું; એવું રુપ બીજે કયાંહિં પણ દીઠું નથી. પછી ચંડજસા રાજા પણ કુંભરાજા પાસે દૂત. મોકલીને કહેવરાવ્યું કે તમારી પુત્રી મલ્લીકુમારી મુજને પર ણાવજો ઈતિ દ્વિતીય દૂતઃ |
એક દિવસે મલ્લીકુમરીનાં બે કુંડલ ભાંગ્યાં, તેવારે કંભરાજાયેં સોનીઓ બેલાવીને કહ્યું કે આ કુંડલને જોડે સાધી આપે. તેવા સોની કુંડલ જોઈને બોલ્યા જે મહારાજ ! એ સંધાય નહીં, એતો દેવતાનાં કુંડલ છે, તે અમેં કેવી રીતેં સાંધિયે ? તેથી રાજાયે સર્વ સોનીઓને દેશનિકાલ કીધા તે સોની વાણુરસી નગરીયે ગયા; તેવારેં ત્યાંના રાજા પૂછયું કે તમે દેશ કેમ છે ? સોની બેલ્યા જે મહારાજ ! મલ્લકુમારીનાં કુંડલ દેવતા સંબંધી છે, તે અમારા થકી સંધાણું નહીં, તેણે કરી દેશ છોડવો પડયે; અને મલ્લીકુમારીના રૂપનું પણ વર્ણન કર્યું. તેવારે વાણુરસીના રાજાર્યો પણ મલ્લીકુમરી યાચવાને અર્થે કુંભરાજાને દૂત મોકલ્યો છે. ઈતિ તૃતીય દૂતઃ છે ૩
હવે રૂકમી રાજ પિતાની પુત્રીને ચાર મહીના સુધી પીઠી કરાવીને દૂતને પૂછયું જે હે દૂત ! તે આવું રૂપ કયાંહી પણ દીઠું છે ? તેવારે દૂત બેલ્યા જે મલ્લીકુમારીને લાખમે અંશે પણ એ રૂપ નથી. તે સાંભલી, રૂકમી રાજાર્યો પણ કુંભ રાજા ઉપર દૂત મેકલી, મલ્લીકમરીની યાચના કરાવી.