Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
દ્રોપદી હરણ.
- ૫૩
કરવા મેકલ્યાં, કુંતાજી દ્વારકામાં આવ્યાં. તેની વધામણું આવ્યાથી શ્રીકૃષ્ણ પોતે હાથી ઉપર બેસી સાહામા આવી ફઈ જાણુંને કુંતાજીને પગે લાગી, વિનય સહિત પિતાને મંદિરે તેડી આવ્યા. પછી દ્વારકામાં આવ્યાનું પ્રજન પૂછયું. કુંતાજીયે દ્રૌપદીની સર્વ હકીકત કહી. તે સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા કે જેને એક ભરતાર છે, તે પણ પિતાની સ્ત્રીને યત્નથી સાચવી રાખે છે, તો એ પાંચ પાંડવ એક સ્ત્રીને સાચવી શક્યા નહીં ? તેવારે કુંતાછ બેલ્યાં કે હે કૃષ્ણજી ! હમણું હાંસી કરવાનું કામ નથી. પછી કૃષ્ણજી બોલ્યા કે અદ્ધ ભારતમાં જે હશે તે ખબર કઢાવી તિડાંથી આણુને તમેને પહોંચતી કરીશ, તમેં કઈ ચિંતા કરશે નહીં, એમ સંતોષ પમાડીને કુતાજીને હસ્તિનાપુરે પહચતાં કર્યો. પછી શ્રીકૃષ્ણ કેબિક પુરૂષને તેડીને સર્વત્ર ઉદ્ઘોષણા કરાવી, પરંતુ કયાંહિં ખબર મલી નહીં. તેથી સર્વ સભા મૂઢ થઈ. એવા સમયમાં તેહીજ નારદજી શ્રીકૃષ્ણ પાસું આવ્યા. તેને શ્રીકૃષ્ણે પૂછયું કે હે નારદ ! તમેં કઈ સ્થાનકે દ્રૌપદીને દીઠી? તેવારે નારદ બોલ્યા કે ધાતકીખંડે દક્ષિણાદ્ધ ભરતે અમરકંકા નગરીયે પડ્વોત્તર રાજાના અંતેઉરમાં દ્રૌપદી સરખી સ્ત્રો દીઠી તે હતી. તે સાંભલી શ્રીકૃષ્ણ બોલ્યા કે તમારાં જ કામ કરેલાં દેખાય છે. પછી શ્રીકૃષ્ણ પાંડુરાજા ઉપર હૂત મેકલી કહેવરાવ્યું કે દ્રૌપદી અમરકંકા નગરી છે, તેમાટે તમે તમારી ચતુરંગિણી સેના સહિત પાંચ પાંડવ પૂર્વ સમુદ્ર તટે તુરત આવજે, અને શ્રીકૃષ્ણજી પોતે પણ ભેરી વગાડીને સમુદ્રવિજયાદિક