Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
લક્ષ્મી સ્વરૂપ. એ સર્વ કમલવાસી દેવતા શ્રીદેવીને પરિવાર જાણો. એ દેવી ભવનપતિ માંહેલી જાણવી.
વલી તે શ્રીદેવી કહેવી છે? તો કે પ્રશસ્તરૂપની ધરનારી છે, વલી સુવર્ણમય કાચબાની પૂઠની પરે ચઢતાં ઉતરતાં એવા ઉન્નત છે, ચરણ જેનાં એવી છે. અતિ ઉચા પગના અંગુઠા પ્રમુખ જાણે લાખના રસ સાથું રંગ્યા હોય નહિ ? એવા છે; વલી ગલોડા સરખા રાતા છે, તથા ચીકણા અને તેજવંત નખ છે; હાથ, પગ સુકુમાલ છે, કરૂવિદાયર્તનામા ભૂષણવિશેષની પ વાટલી ચઢતી ઉતરતી જંઘા પિંડી ઘેલ છે, વલી ગુમ છે ઢીચણ માર્સે કરી પૂર્ણ છે, તથા હાથીની શુદ્ધ સરખી પુષ્ટ છે સાથલ જેની, સોનાની મેખલા સહિત વિસ્તીર્ણ કટિ જેની શોભે છે, વૃ મચ્યું કાજલ તથા મેઘ તથા ભમરા સરખી શ્યામ છે, સુકમાલ શરશવના ફૂલની પેરે મનહર રમણિક રેમરાજી છે, જેની ટી મહા ઉંડી છે, સિંહ સરખી કેડ છે, નાના પ્રકારના આભરણ પહેર્યા છે જેણે, રન્ને જડિત મેતિના હાર તથા કુંદ, મચકુંદના ફૂલની માલાર્યો કરી બિરાજમાન છે, છાતી કલશ સરખી ઉંચી છે, જેમ કલશ ઉપર ફૂલના હાર શોભે તેમ દેવીની છાતી ઉપર મોતીના હાર શોભે છે. વલી બે હાથને વિષે કમલ છે. ઘણા મહટા સુવર્ણ કલશ ઠેલતા થકાં, પટ્ટાભિષેક કરતાં થકા, દેવ દેવીને પરિવારે સહિત બે કુંડલ કાર્ને ઉદ્ઘસતાં ખંભે ઘસાતાં ગાલે ઘસાતાં પ્રભા સહિત શોભતાં છે, જેણે ગુણ સમુદાયે કરી મુખને શોભાકરી છે, કમલની પેરે વિશાલ રમણિક અને દીક્ષા છે લોચન