Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૦૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
આગલ તે સર્વથા નજ કહે. કેમકે જેવું ફલ સાંભળે તેવું ફળ પામે. તદ્યથા કેઈએક વણિકસ્ત્રીયે સુપનમાંહે સમુદ્ર પીધે. પ્રભાતે ગુરૂ સમીપે પૂછવા જતાં માર્ગમાં એક સહિયર મલી. તેણે પૂછયું જે હે બેહેન ! ગહ્લી લઈ કિહાં જાઓ છો ? એમ ઘણુ બલાત્કારે પૂછયું. તેવારે તેને યથાસ્વરૂપ કહ્યું જે મેં સ્વપ્નમાં સમુદ્ર પીધે, તે ગહૂલી કરી ગુરૂને પૂછીશ. એવું સાંભળતાં જ સહસાત્કારેં સહિયર બેલી એવડે મેહોટો સમુદ્ર પીતાં તાહારૂં પેટ કેમ ફાટયું નહીં ? એમ હાંસીમાં બોલીને ચાલતી થઈ. પછી હુંલી કરી પેલી સ્ત્રીયે ગુરૂને સુપનનું ફલ પૂછ્યું. તેવારે ગુરૂત્યે આકાર અંગિત દેખીને કહ્યું કે એ સુપન તમેં પ્રથમ કઈ આગલ પ્રકાશ્ય દેખાય છે? તેવારે તેણીયે સહિયરની વાર્તા કહી. તે સાંભલી ગુરૂ બોલ્યા જે તે પૂર્વે કોઈ આગલ જે ન કહ્યું હતું, તે તમેને ભાગ્યવંત પુત્ર થાત. હવે તે આજથી સાતમે દિવસેં શરીરે કષ્ટ થશે; તેમાટે તમેં ઘેર જઈ આત્મસાધન કરો. પછી બાઈ ઘેર આવી આત્મસાધન કરી દેવગત થઈ. તેમાટે રૂડું સુપન જેના તેના આગલ કહેવું નહીં; તથા કઈ કેહવા ગ્ય ન મલે, તે ગાયના કાનમાં કહિયેં; પણ કહ્યા વિના ફલ ન હોય. તથા પ્રથમ શુભ સુપન દેખી પછી માઠું સુપન દેખીયે, તે માઠા સુપનનું ફલ પામીયે; એમ જાણવું. તથા કઈ સિંહ, ઘેડે વૃષભેં જોતર્યો રથ તેના ઉપર પિતે બેઠે છે એવું સુપન દેખે, તે રાજા થાય. ઘેડા, વાહન, વસ્ત્ર, ઘર, કઈ લઈ જાય છે, એવું સુપન દેખે, તે રાજભય, શેક, બંધ, વિધ અર્થહાનિ થાય. સૂર્ય