Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
રાજસભામાં સુપન પાફકે. છે. તેમજ પછી તે રાજા આસ્થાનાશાલાને વિષે આવીને બેઠે. તિહાં બેસીને પોતાના કેડંબિક પુરુષ પ્રધાનને તેડાવે છે કે ૨ છે
कहे वाहिर जे आस्थान शाल, लींपी शुद्ध करो धृपाल॥ सिंहासन तिहां मांडो सार, तिहां बेसीजें लइ परिवार॥३॥
અર્થ:–તેડાવીને કહેતો હવો કે હે દેવાનુપ્રિય! તમેં ઉતાવલા બાહિરલી આસ્થાનુશાલા છે તિહાં જાઓ. જઈને. તે શાલાને છાણે કરી લીંપી, ગંદકે સીએ, છોટે, પવિત્ર કરે, ખડીર્વે કરી પેઈને ધોલે; પાંડુર્યો કરી માંડણ માંડે,. સૌગંધિક પાણી કરી છાંટો, એવી રચના કરીને વલી ઉપર ધૂપાલિ એટલે કૃષ્ણાગરૂ પ્રમુખના ધૂપ તેણે કરી મનહર સુગંધિત કરો, તિહાં આઠ ભદ્રાસન માંડે અને તે આઠ. ભદ્રાસનની સામે એક મોટું સિંહાસન માંડે, તો પછી તિહાં સર્વ પરિવાર લેઈને બેશીયે. એવી રાજાની આજ્ઞા. સાંભલીને સેવક લોક ઘણા હર્ષ પામ્યા, સંતોષ પામ્યા
राणी सिंहासन अंतरें, परियची विचमां अंतर धरे॥ पूरवदिशि भद्रासन आठ, मंडावो सवि मेल्यो ठाठ॥४॥ અર્થ–પછી આસ્થાનુશાલામાં આવીને રાજામેં કહ્યું તેમ તે સેવકેયે સર્વ કામ કરવા માંડયું. વલી રાણીને વાસ્તે એક સિંહાસન માંડ્યું, તેને આડે પડદો બાંધે, તે પડદો કહે છે? તે કે હાથી, કિન્નર, ચમરી ગાય, સિંહ, વાઘ, અષ્ટાપદ,. ડાગ, એવાં તે પડદામાં રુપ છે, તે રાજાની આડી રાણી બેસે, તેને વાસ્તે બાંધ્યું. તે પડદામાં રાણુને બેસવા સારૂ.