Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
આઠ પ્રકારના
ત
આ પ્રકારના મઢે કરી નીચજાતી ગાત્ર કર્મબંધન. ૬૯ બાંધ્યું, જે માટે (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) લાભમદ, (૪) અશ્વયંમદ, (૫) બલમદ, (૬) રૂપમદ, (૭) તપમદ, (૮) વ્યુતમ દ, એ આઠ મદ કરતે જીવ, હીન જાત્યાદિક પામે. હવે શ્રી ઋષભદેવ મુક્તિ પધાર્યા પછી પણ, પૂર્વ રીતેં જ સાધુ સંઘાતેં મરીચિ વિચરે. એકદા મરીચિ, રેગ ગ્રસ્ત થયો, પણ ભિન્નવેષ માટે સાધુ કેઈ તેની પરિ. ચર્યા ન કરે. તેવારે મરીચિ ચિંતવવા લાગે જે અહે ! સાધુ ચિરપરિચિત છે; તેહે પણ એ મહારા નહીં. માટે જે રોગ રહિત થાઉં, એક શિષ્ય વૈયાવચ્ચ કરવાને અર્થે કરું. અનુક્રમેં નીરોગી થયે. પછી એકદા કપિલ નામા રાજા દેશના સાંભલી પ્રતિબધ પામ્યોતેને મરીચિર્યે કહ્યું કે સાધુ પાસે જઈને ચારિત્ર . તેવારે કપિલ બે કે હે સ્વામી ! તમારા દર્શનને વિષે ચારિત્ર નથી? તે સાંભળી મરીચિયે યથાર્થ કહ્યું, પણ તે બહુલકમી જીવ કપિલ કહેવા લાગ્યું કે શું સર્વથા તમારા દર્શનને વિષે ધર્મ નથીજ ? તેવારે મરીચિર્યો આદિકષાયેં સહિત મિથ્યાદયે મતિભ્રંશથી શિષ્યના લોભથી સ્વધર્મ આપવા આવી રીતે ઉત્તર દીધું કે હે કપિલ ! જૈનમાર્ગ રૂપજ મહારો. માર્ગ છે. એવા ઉત્સુત્ર વચને કરી એક કેડા કેડી સાગરેપમ પ્રમાણુ સંસાર ભવ બ્રમણ રૂપ ફલ ઉપાર્યું. કપિલને દિક્ષા દીધી. પછી તે કર્મને આલેયું, પડિક્કમ્યું નહીં. છેવટ શશી લાખ પૂર્વીયુ ભેગવી.
૪ ચેાથે ભ પાંચમે બ્રહ્ય દેવલોકે દશ સાગરોપમને આઉખેં દેવતા થયે છે