Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ચૌદ સ્વપ્ન.
( ૭૭ ' અર્થ–હવે તેહીજ રાત્રયે મહા મનેહર નરમ ઉંડી વિશાલ એવી સુખ શય્યાયે સુતાં થકાં કાંઈક સુતાં, કાંઈક જાગતાં, મહા માંગલિકના કરનાર, ઉપદ્રવના નિવારણહાર, મહાભદ્રક, એવા ચિાદ સુપનાં રાત્રિના મધ્ય સમયને વિષે ત્રિશલા. રાણીયેં દીઠાં, તેનાં નામ કહે છે. પ્રથમ સ્વને હાથી, બીજે ' વૃષભ, ત્રીજે સિંહ, ચોથે લક્ષ્મી, પાંચમે ફૂલની દામ એટલે માલા, છઠે ચંદ્રમા, સાતમે સૂર્ય, આઠમે ધ્વજા, નવમે કુંભકલશ, દશમે સરેવર, અગ્યારમે સમુદ્ર, બારમે દેવવિમાન તેમે રત્નને રાશિ અને ચૌદમે સ્વપ્ન નિધૂમ અગ્નિની શીખ દીઠી છે ૧૧ - सिंह प्रथम मुखमांहें, पेखे पेसतो॥ अवर सवे इम जाणीयें ए॥ निरखी हरखी ताम कंत कहे सुणो,शूरवीर सुत होयशे ए ॥१२॥
અર્થ:–વલી કેટલાએક આચાર્ય એમ કહે છે કે પ્રથમ સ્વપ્રમાણે માતાયે સિંહ પોતાના મુખમાંહે પેસતો દેખે. એ રીતે (અવર કે.) બીજા પણ સર્વે સ્વપ્ન, મુખમાં પેસતાં દેખે, એમ જાણવું. એવા સ્વપ્ન દેખીને ત્રિશલા તે વખતે હર્ષ પામતી હવી. હવે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા રાણીને કહે છે કે, આપણે શૂરવીર, પર્વત સમાન, વિજા સમાન, પુત્ર થાશે ૧૩ છે
. देवानंदा ताम देखे एह, ॥ मुज सुहणां त्रिश
ला हरे ए ॥ रुषभदत्त कहे एम, न रहे रंक घरे ॥ रत्ननिधान परें एहवो ए ॥ १४ ॥
અર્થ –હવે ભગવંત શ્રીમહાવીર ત્રિશલાની કૂખમાં આવ્યા પછી દેવાનંદાયે એવું સ્વપ્ન દીઠું , મેં જે પ્રથમ.