Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૩
નાગકેતુની કથા. એ બાલકની ઓરમાન માતા ઘણુંજ મારતી કૂટતી હતી તથા ખાવાને પણ ન આપતી. એરીતે અણમાને એ બાલક નિત્ય દુઃખ પામતે થકે પિતાના મિત્ર શ્રાવકેની સાથું તપસ્યા કરતો થકે વિચરતો હતો. એકદા પર્યુષણ પર્વ આવે થકે અઠમનું તપ કરીશ એમ ચિંતવી તૃણના ઘરમાં જઈ સૂત; એટલામાં ગામમધ્યે અગ્નિ લાગ્યો જાણી એર માન માતાયે પણ તૃણનું ઘર બાલી નાખ્યું. તિહાં તે બલી શુભ ધ્યાને મરણ પામીને અહીં શ્રીકાંત શેઠને ઘેર અવતર્યો. અહીં એને જાતિસ્મરણ જ્ઞાન ઉપજવાથકી અઠમનું તપ કર્યું, તેથકી મૂછગત થયે હતો. તેને મેં અમૃત પાને કરી મૂછી ઉતારી સજીવન કીધે; એ મહેટા પુરૂષ છે, એને સ્વ૯૫ કર્મ શેષ રહ્યાં છે, તે આ ભવે મોક્ષ જશે, તમેં એનું યત્ન કરજે, તમેને પણ મહટે ઉપકાર કરનારે થશે, એમ કહી પોતાના ગલાને હાર બાલકને પહેરાવી ધરણેન્દ્ર પિતાને સ્થાનકે ગયે. પછી રાજાર્યો તે બાલકને હાથી ઉપર ચઢાવી મહેતા આડંબર સહિત માવિત્રને ઘેર આણું કહ્યું કે આ બાળકને સુખમાં રાખજે. પછી સજ્જન લેકેયે શ્રીકાંત શેઠનું મૃતકાર્ય કરી બાલકનું નામ નાગકેતુ પાડ્યું. પછી તે અષ્ટમી, ચતુર્દશીને ઉપવાસ,
માસે છઠ અને પજુસણને અઠમ કરે, જિનપૂજા, સાધુ સેવા નિત્ય કરે. એ રીતે પરમ શ્રાવક થયે.
એકદા એક પુરૂષને રાજાયે ચોરીનું જૂઠું કલંક ચડાવીને માર્યો, તે મરીને વ્યંતર થયો તેણે આવી રાજાને લોહી વમતો કરી નગર પ્રમાણે શિલા વિકૃર્વિને લેકને બીહીવરાવવા લાગે. તે જોઈ નાગકેતુ જીવદયાને હેતે