Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
Aa સંપ રામનામ છે આ પરણા
બીજી અરૂં.
૪૫. તેને સંબંધ કહે છે. શ્રીમહાવિદેહ ક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશેક નામેં નગરે બલ નામેં રાજા તેને ધારિણું નામે સ્ત્રી છે, તેને મહાબલ નામેં પુત્ર છે, તે યૌવન. અવસ્થા પાપે, તેવારે રાજાયે તેને પાંચશો સ્ત્રી પરણવી. પછી વૃદ્ધાવસ્થાયે પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચારિત્ર પાલી મેલેં પહેા. હવે મહાબલ રાજા રાજ્ય. કરે છે, તેને એક અચલ, બીજે અભિચંદ્ર, ચોથે પૂર્ણ પાંચમે વસુ, છઠે વૈશ્રમણ, એ છ મિત્ર હતા. એકદા તે સાતે જણે ગુરૂ પાસેં ધર્મ સાંભલી દીક્ષા લીધી, અને અગીઆર અંગ ભણ્યાં. તે સાતે જણ છઠ અમાદિક સરખું તપ કરે; પરંતુ તેમાં મહાબલ ઋષિ કપટથકી તે છ જણથી છાની અધિક તપસ્યા કરે અને મનમાં એવું વિચારે કે હું આ છ જણથકી મહેટ થાઉં; તેથી જેવારે પારણું કરવાને દિવસ આવે તેવારે છ જણને એમ કહે કે માહારૂં તે માથું દુખે છે, તમેં પારણું કરે; બીજે દિવસે વલી સરખું તપ કરે, એમ કપટના મહિમા થકી સ્ત્રીત્ર બાંધ્યું અને વીશ સ્થાનકનું તપ કર્યું, તીર્થકર નેત્ર ઉપાર્યું. છેવટ સાતે જણાયે બે માસની સંલેષણ કરી રાશી લાખ પૂર્વનું આયુ પાલી સાતે જણે બત્રીશ સાગરોપમને આઉખે જયંતનામાં વિમાનેં જઈ ઉપના. પછી તિહાંથી ચવી એક અચલને જીવ તો સુપ્રતિબદ્ધ નામેં અયોધ્યાને રાજા થયે. બીજે ધરણને જીવ, ચંપાનગરીયે ચંદ્ર જસા નામેં રાજા થયે. ત્રીજો અભિચંદ્રને જીવ, કાશી નગરીયે શંખનામેં રાજા થયે. ચોથો પૂરણને જીવ, સાવઠ્ઠી નગરીમેં રૂકિમક નામેં રાજા થયે. પાંચમે વસુને જીવ કુરૂદેશે અદનશત્રુ નામેં