Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃજિનપદ ૩૫ ? અર્થ–પ્રથમ કઈ તીર્થકરને કેવલજ્ઞાન ઉપના પછી ઉપસર્ગ થાય નહીં અને શ્રીમહાવીર દેવને કેવલજ્ઞાન ઉપના પછી શાલાયે ઉપસર્ગ કર્યો, તે કહે છે.
એકદા ભગવંત શ્રીમહાવીર સ્વામી વિહાર કરતાં સાવચ્છી નગરી સમેસર્યા, તેવારે ગોશાલે પણ, લેકમાં હું તીર્થકર છું એમ કહેવરાવતે સાવછીયે આવ્યા, તે સમયે ગૌતમસ્વામી ગોચરી ગયા, તિહાં લેકેના મુખથકી એવું સાંભલ્યું જે આજ નગરીમાં એક મહાવીર સ્વામી અને બીજે
શાલે, એ બે તીર્થકર આવ્યા છે. પછી ગૌતમસ્વામીત્યું ભગવંત પાસું આવીને ગોશાલાની ઉત્પત્તિ પૂછી. તેવા પ્રભુયે કહ્યું કે એ શરવણ ગ્રામને વાસી મંખેલી ભરડાની સુભદ્રા સ્ત્રી, તેનો પુત્ર છે. ગાયની શાલામાં જન્મ્યો તેથી ગોશાલે નામ પાડયું છે. એ મહારે કુશિષ્ય છે, છદ્મસ્થાવસ્થા મહારી સાથે છદ્મસ્થ પણે છ વરસ રહ્યો હતો, મહારી પાસેંથી ભણીને કાંઈ એક બહુશ્રુત થયા છે, એ મિથ્યા જીનનામ ધરાવે છે, પરંતુ એ તીર્થકર નથી. એવી વાત પ્રભુ પાશેથી સાંભલીને શ્રીગતમેં બીજા ઘણું એક જને પાશે વાત કરી, જે ગોશાલે મંખલી પુત્ર છે, તે વાત શાલાને કાને ગઈ. તેવારે ગોશાલે ક્રોધાયમાન થયે. એવા સમયૅ ભગવંતને આનંદનામા શિષ્ય ગોચરીયે ગયે. તેને શાસે બોલાવીને કહ્યું કે હે આનંદ ! તને એક દષ્ટાંત કહું તે સાંભલ, કેઈએક ચાર વાણીયા વ્યાપાર કરવાને અર્થે વિવિધ પ્રકારનાં કરિયાણાનાં ગાડાં ભરી પરદેશે