Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
દશ અરો.
૪૧
ભીખારીના કુલને વિષે, બ્રાહ્મણના કુલને વિષે, આવ્યા પણ નથી, આવતા પણ નથી અને આવશે પણ નહીં. એ ત્રેસઠ શિલાકા પુરૂષ તે ઉગ્રકુલને વિષે, ભેગકુલને વિષે, રાજાના કુલને વિષે, ઈક્વાકકુલને વિષે, ક્ષત્રીયના કુલને વિષે, હરિ વંશકુલને વિષે, તેમજ બીજા પણ તથા પ્રકારના વિશુદ્ધ જાતિના કુલ વંશે કરી સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે અને આવશે, તથાપિ “લેગ છરય ભૂએ ” એ પાઠે કરી એ વાત પણ અચ્છેરાભૂત છે. જે કંઈક કાલને અંતેં એટલે અનંતી ઉત્સર્પિણું અને અવસર્પિણી વ્યતિકમે થકે એવાં દશ અચ્છરાં ઉપજે છે, માટે એ અવસર્પિણયું પણ લેકને અચ્છેરાભૂત એટલે આશ્ચર્યકારી વાત - ઉપની છે, એમ ઈદ્ર મહારાજે વિચાર્યું છે ૨ છે
तोए माहारी भक्ति, उत्तम ठाममां, गर्भपाल टी मूकवो ए॥ तेडयो हरीणगमेषी,सुरपायक धगी। वात अच्छेरा दश कयां ए ॥
અર્થ –ઈ શું વિચાર્યું કે આ તે મહારી ભક્તિ છે, તે હું કરૂં; એટલે પ્રભુને ઉત્તમ સ્થાનકે મોટા કુલને વિષે ગર્ભ પાલટીને મૂકે, તાજ મહારી ભક્તિ ખરી જાણવી. એ મહારે આચાર છે, એમ વિચારીને હરીણગમેષી દેવતા જે પાલા કટકને ધણી છે, ફેજને નાયક છે, તેને બેલાવીને આ અવસર્પિણીકાલમાં દશ અચ્છરાં થયાં, તે સંબંધિ પ્રભુના ગર્ભની સર્વ વાત કહી છે ૩ છે
હવે દશ અચ્છરાં વખાણે છે.