Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૩ર
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ભગવતે વિચરે છે. એવા સમયને વિષે સંપૂર્ણ જંબૂનામા દ્વીપપ્રત્યે વિપુલ, વિસ્તીર્ણ, અવધિજ્ઞાનેં જેતે થકો મનની ઈચ્છાયે વિચરે છે, તે હવે તિહાં શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રત્યે જંબૂદ્વીપના દક્ષિણપદ્ધ ભારતમાંહે માહણુકુંડ ગ્રામ નગરને વિષે, ત્રષભદત્ત નામા બ્રાહ્મણ, કેડાલ શેત્રને ધણી, તેની દેવાનંદા નામેં ભાર્યા, તે જાલંધર ગોત્રની ઉપની છે, તેની કુખેં ગર્ભપણું ઉપના છે, તેને દેખીને ચિત્તમાં હર્ષ, સંતોષ ઉપને, મનમાં ઘણે આનંદ ઉપને, પ્રીતિયુક્ત મન થયું, પરમ સૌમ્ય વદન થયું, હર્ષને વશે કરીને હૃદય પસર્યું, મેઘની ધારાયે હણે એ જે કદંબવૃક્ષ, તેના ફૂલની પેરે ઈંદ્રમહારાજનાં રોમાંચ વિકધર થયાં, પ્રધાન કમલની પેરે નયન અને વદન પ્રફુલ્લિત થયાં. ભગવંતનું અવતરવું દેખીને તેના દર્શનથી ઉત્પન્ન થયે જે હર્ષ, તેના વિશે પ્રકર્ષે કરી ચલાયમાન થયા છે પ્રધાન કંકણ, બેરખા, બાજુબંધ, મુકુટ, કુંડલ જેને અને હારે કરી બિરાજમાન છે હૃદય જેનું તથા મોતીનું ઝુમણું લહ લહતું, લાંબું હાલતું, એવા આભૂષાણુને ધરનાર, એવો ઈદ્ર મહારાજ છે તે. ॥त्रुटक ॥ भाषिउं प्रभुने रही सन्मुख, सिंहासनथी उतरी। शक्रस्तव कहे भाव आणी, सात आठ पग ओसरी ॥
અર્થ–સસંભ્રમ હર્ષ સહિત ઉતાવળે સિંહાસન થકી ઉઠે, ઉઠી ઉભે થઈને પાદપીત જે બાજોઠ, તે થકી ઉતરે, એ રીતેં હેઠો ઉતરીને પછી વૈડૂર્યરત્ન, મરતરત્ન, અરિષ્ટરત્ન, તેણે કરીને નિપુણ કારીગરે ઘડેલી, દેદીપ્યમાન