Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૩૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
અર્થ --નમસ્કાર થાઓ શ્રમણ ભગવંત શ્રીમહાવીર ચોવીસમા તીર્થંકર પ્રત્યે, કર્મપી વૈરી જીતવાને જે વીર છે, માટે વીર કહિયેં. પોતાના તીર્થને વિષે ધર્મની આદિના કરનાર ચોવીસમા છેલ્લા તીર્થકર થયા. એ રીતે પૂર્વે થઈ ગયેલા ઇષભાદિક ત્રેવીસ તીર્થકર કહી ગયા છે, સિદ્ધ સ્થાનકને પામવાની વાંછા છે જેને એવા જે શ્રીમહાવીર ભગવંત તેને ઈદ્ર મહારાજા કહે છે કે, તમેં દેવાનંદાની કુખેં રહ્યા છે અને હું સૌધર્મ દેવેલેકે છું માટે તમેં તિહાં રહ્યા છે તેને હું અહીં રહ્યો થકે વાંદું છું. તે વાંદી નમસ્કાર કરીને પછી પ્રધાન સિંહાસનને વિષે પૂર્વ તે સન્મુખ બેસે. धर्म सारथि, पदें मुणिये, कथा मेघकुमारनी ॥ ज्ञान विमलप्रभु, गुणनी व्याख्या, प्रथम ए अधिकारनी ॥१०॥
અર્થ–અહીંઆ નમુથુણુને વિષે ધર્મસારથિ એવું પદ કહ્યું, તે ઉપરથી પ્રભુ ધર્મરુપ રથના સારથિ સમાન છે, તેની ઉપર મેઘકુમારની કથા નીચે લખીયે છે. એમ શ્રી જ્ઞાનવિમલસૂરિમેં પ્રભુના ગુણના અધિકારની પ્રથમ વ્યાખ્યાની રચના કરીને કહી.
હવે મેઘકુમારની કથા કહે છે, તત્ર આદૌલેક છે પુત્રઃ શ્રેણિકધારિર, શ્રુત્વા વીરવિક્ષેરિકા પ્રબુદ્ધષ્ટ પ્રિયાજ્યક્તા, મેઘદીક્ષામુપાદદે છે ૧ વ્યાખ્યા-રાજગૃહી નગરીને વિષે શ્રેણિરાજાની ધારિણી