Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૩૭
મેઘકુમારની કથા. નામાં રાણીની કુખેં મેઘકુમાર, પુત્રપણે ઉપને, તેવખત ગર્ભના પ્રભાર્વે કરી રાણીને એવો દેહેલે ઉપને કે વર્ષાકાલમાં આપણે રાજા, તથા રાણી, બેંહુ જણ હાથી ઉપર બેસીને વનમાં જઈ ક્રીડા કરીયે ? તે અભયકુમારેં પૂર્વ સંગતિ દેવતાનું આરાધન કરીને દેહાલે સંપૂર્ણ કરે. પછી નવ માસું પુત્ર જન્મ થયે, તેને જન્મ મહોત્સવ કરી, સજજન કુટુંબને જમાડી મેઘકુમાર નામ પાડયું. અનુક્રમેં યૌવન અવસ્થા પામ્યા, તેવારેં પિતાયે આઠ કન્યા પરણાવી. તેમની સાથે વિષયસુખ ભેગવતો વિચરે છે, એવા સમયમાં શ્રી રાજગૃહી નગરીયે શ્રી મહાવીર સમેસર્યા. શ્રેણિકાદિક સર્વલોક વાંદવા ગયા, તેમની સાથે મેઘકુમાર પણ ગયા, ત્યાં ભગવંતની દેશના સાંભલી પ્રતિબંધ પામી, આઠ કન્યા ત્યાગી, માતા પિતાની આજ્ઞા લેઈ દીક્ષા લીધી. પછી સ્વામીયે ગ્રહણ આસેવન, સાધુને આચાર, શીખવવા નિમિત્તે સ્થવિરને ભલાવ્યા. રાત્રિયે સંથારવાની વેલાયે અનુક્રમે સર્વ સાધુને છેડે મેઘકુમાર ગષિને સંથારે આવ્યા, તિહાં સાધુ માગું કરવાને ઉઠે, તેવારે મેઘકુમારને વારંવાર પગની ઠોકર લાગે, તેથી એક ક્ષણ વાર પણ નિદ્રા ન આવી, તેથી વિચાર કર્યો જે કિહાં મહારી સુખશય્યા, અને કિહાં આ ભૂમિને વિષે લોટવું, અને વલી એક રાત્રિમાં કેટલે ઉપસર્ગ થયે, એ કદર્થના મહારાથી કેમ સહન થશે, માટે એ દીક્ષા મહારાથી તે પલે નહીં, તેથી પ્રભાત સમયૅ ભગવંતને પૂછી હું મહારે ઘેર જઈશ? એમ વિચારી પ્રભાતે એ, મુહપત્તી લઈ, ભગવંત પાસે આવ્યા. તેવારે ભગવંત બોલ્યા કે હે મેઘ અષિ ! આજ રાત્રિમાં તમારાથી સાધુના પગ ન ખમાયા,