Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
વીતરાગનું સ્વરૂપ.
जिणाणं जावयाण, तिन्नाणं तारयाणं, बुद्धाणं बोहयाणं, मुत्ताणं, मोअगाणं ॥
અર્થ:--પિતે રાગ દ્વેષને જીત્યા છે, બીજાને જીતાવવા સમર્થ છે, પોતે સંસાર સમુદ્ર થકી તર્યા છે, બીજાને તારવાને સમર્થ છે, પોતે પ્રતિબંધ પામ્યા છે, બીજાને પમાડવાને સમર્થ છે, પોતે કર્મથકી મૂકાણુ છે, બીજાને કર્મ થકી મૂકાવવાને સમર્થ છે. सबन्नगं, सब दरिसिंग, सिवमयल मरुअ मगत मरकय मव्याबाह मपुणरावित्ति सिद्धि गइ नामधेयं, ठाणं संपत्तागं, नमो जिणाणं, जिअभयाणं ॥ ' અર્થ:--સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુના જાણે છે, સવદશિ એટલે સર્વ પદાર્થને દેખો છો, શિવ તે ઉપદ્રવ રહિત છે અને અવેલ નિશ્ચલ છે, અરૂજ રેગ રહિત છો અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયે કરી યુક્ત છે, ક્ષય રહિત અક્ષય છે, બાધા, પીડા, રહિત અવ્યાબાધ છે. તથા જ્યાંથી ફરી આવવું નથી એવી સિદ્ધિગતિ છે નામ જેનું એવા સ્થાનકને પામ્યા છે, એવા અરિહંત ભણું (નમે કેટ) નમસ્કાર થાઓ. તે અરિહંત કેહેવા છે ? તે કે રાગ, દ્વેષને જીતનારા છે, માટે જીન કહીયે. તથા ઈહલેકાદિક સાત ભયને જીપનાર છે.
नमुथुणं समणस्स भगबओ महावीरस्स आइगरस्स चरमतिथयरस्स पुव्वतिथयर निहि उस्स जाव संपाविउ कामस्त वंदामिणं भगवंतं ॥