________________
રહીશ શ્રી નરસિંહભાઈ વસનજી તરફથી શ્રી ઋષિમંડળપૂજન પણ અનેરા ઉત્સાહથી ભણાવાયું હતું.
ત્યારબાદ પાલ પધારતાં શ્રી ચંપાબહેન ધરમદાસ વહેરા તથા તેમના સુપુત્ર મહેન્દ્રકુમાર તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું અને તેમાં આગેવાન વર્ગે સારી સંખ્યામાં ભાગ લીધો હતે.
તે પછી વિલેપારલે પૂર્વમાં શ્રી ચિંતામણિપાર્શ્વનાથ જૈન દહેરાસરમાં ચૈત્ર વદિ ૧ ને દિવસે સુરતનિવાસી તલકચંદ અમરચંદ ઝવેરીના સુપુત્ર શ્રી સુર્યકાંતભાઈ ઝવેરી તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધચમહાપૂજન ભણવાયું હતું, અને તેમાં પણ આગેવાને વગેરેએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.
ત્યાંથી બોરીવલી જામલીગલીમાં પધારતાં શતાવધાની પંડિત શ્રી ધીરજલાલભાઈને નમસ્કારમંત્ર સંબંધી સુ દર કાર્યક્રમ થયો હતે અને તેમાં લેકેની હાજરી ચિકાર રહી હતી. એ વખતે પૂજ્યશ્રીનું પ્રવચન પણ ઘણું પ્રેરણાદાયી થયું હતું. શ્રી સંઘ તરફથી પુષ્પહાર વડે પંડિતજીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ત્યાંથી પૂજ્યશ્રી જુહુ–થિએસોફિકલ સોસાયટીમાં પધારતાં શ્રી રામજી રવજી લાલનના સુપુત્ર શેઠ રાયચંદભાઈ વગેરેએ પિતાના વિશાળ બંગલામાં પૂજ્યશ્રીને સ્થિરતા કરાવી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કરાવ્યું હતું. તેમજ તેમની નજીકમાં વસતા સુરતનિવાસી શેઠ ખીમચંદ અમરચંદના સુપુત્ર શ્રી અજિતભાઈએ પૂજ્યશ્રીની નિશ્રામાં ઋષિમંડળ પૂજન કરાવી અને આનંદ અનુભવ્યો હતે.
તે પછી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજ અગાસી પધારતાં પૂ. મુનિશ્રી અગાસી સામા ગયા હતા. ચાર વર્ષ પૂ. ગુરુદેવનાં દર્શન થતાં હાઈ હૃદયમાં અને ઉલ્લાસ. થયા હતા અને તેમની સાથે રહેવામાં કૃતાર્થતા અનુભવી હતી.