________________
કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના (ગૃહસ્થપણા 1 સહિતની)-તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત ! છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે.
વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન
થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક છે. માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ છે | અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ | થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. આ
જી પત્ર ક્રમાંક ૩૨૨: સૌ. 9 સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ
વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે જ છે શ્રી તીર્થકરદેવ છે.
અને એ જે તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે * કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને જ છે ભાસે છે.
૪૬
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org