________________
“દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય, કે
ચેતનના ઉત્પતિ લય, કોના અનુભવ વશ્ય ?” દેહ એટલે બન્ને દેહો. સ્થૂળ શરીર અને કાશ્મણ શરીર, પુલીક જ ભાવો, ઇચ્છાઓ સારી અગર નરસી, બન્ને શુભાશુભ ભાવોનું ચિંતવન ને
આપણી મરજી વિરુદ્ધ થાય છે, તે જ્ઞાનધારાના અનુભવમાં આવે છે ' પણ મનથી થતું ચિંતવન શરીરના અનુભવમાં આવતું નથી. વળી ' બીજી કડીમાં કહે છે કે :
“જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.” * કર્મદશા અથવા કર્મધારાની ઉત્પત્તિ તથા લય, દરેક પ્રકૃતિઓના
ઉદય અને લય, એ જ્ઞાનધારાના અનુભવમાં આવે છે, પણ જ્ઞાનધારાની
ઉત્પત્તિ કે લય ક્યારે પણ થતો નથી. જ્ઞાનધારાનો તો સદાય ઉદય જ છે છે. એ જ્ઞાનધારાનો બન્ને શરીરો જડ હોવાથી તેનો અનુભવ થાય જ છે નહીં. જ્ઞાનધારાના આશ્રયે કર્મધારા રહેલી છે એટલે કર્મધારા નિરંતર ! અનુભવાય છે. પણ તે અનુભવ કરનાર તો જ્ઞાનધારા છે.
જે પુરુષોને બોધ થયો છે તેઓનો એવો અનુભવ છે જે ગમે તેવો કર્મનો બળવાન ઉદય હોય પણ તે જ્ઞાનધારા જે અખંડ છે તેનું કાંઈ હરી શકતો નથી, કારણ કે ઉદય જડ છે અને પોતે તો નિરંતર જ્ઞાન
સ્વરૂપ. તેવા ફેરફાર વગરનું જીવતું જાગતું સ્વરૂપ છે અને કર્મધારા 1 હોવા છતાં કર્મધારાથી મુક્ત જ છે. કર્મધારા જ્ઞાનમાં જરા પણ ન કે ફેરફાર કરી શકતી નથી. આવો તેમનો નિશ્ચય, આવી તેમની રાતદિવસ છે
જાગૃતિ એ જ જ્ઞાનદશા છે. - રાતદિવસ ઉદયથી પોતાનું સ્વરૂપ જુદું છે, મુક્ત છે એવી જાગૃતિ
એ જ સમાત, એ જ ચારિત્ર, એ જ જ્ઞાનદશા. આવી ઉદય પ્રત્યે જાગૃતિ રહે છે તે પુરુષ શુભાશુભ ઉદય એટલે કર્મધારાથી મુંઝાતો નથી. એટલે કે કર્મધારાથી મોહ પામતો નથી. રાતદિવસ આપણે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છીએ અને ઉદય એટલે પૂર્વે નિશ્ચિત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org