Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 422
________________ કે અહીં આવ્યા પછી હજુરશ્રીએ પગાર રૂ. ૨૫/- આપવાનું જણાવ્યું. જે કેમ મન માને ! એક કલાકનો ચાર્જ ! મન આકુળ-વ્યાકુળ થવા લાગ્યું તેની અસર તંદુરસ્તી ઉપર થઈ. બહુ માંદા પડ્યા.-નવો અવતાર આવ્યો. ના મરજીએ પરાણે રૂા. ૪૦/- કબુલ કરી હજુરશ્રીનું મન જ મનાવવા રહ્યા હતા. તે દરમ્યાન કાયદાનો ણ અભ્યાસ કરતા હતા. દરેક પ્રકારનું સુખ પણ પગાર ઓ.એ. થોડો વખત રહી. હજુરશ્રીનું મન મનાવી ફરીથી પાછા મુંબઈ જવા વિચાર હતો. એમની આ જીવનકથા તેઓશ્રીએ તા. ૧૮-૧૧-૨૪ સંવત્ ૧૯૮૧ના કારતક વદ ૮ને મંગળવારના રોજ લખેલ. હવે તેઓશ્રીના જ શબ્દોમાં : મારા ઉપર સારા સંસ્કાર પડવાના ઘણાં કારણો છે તેમાંના કેટલાક :(૧) મારા માતુશ્રીનો સ્વભાવ અને દયાવૃત્તિ : તેના આંગણેથી ભાગ્યે જ કોઈ અભ્યાગત પાછું જતું હશે. તેઓ એક આદર્શ સ્ત્રી હતા અને મારા માટે એક આદર્શ માતા હતા. છપ્પનનાં દુષ્કાળમાં સવારમાં ડેલી ઉઘાડે ત્યાં દુષ્કાળીઆ લાઈનમાં ઊભા હોય, બધાને ખાવાનું જ આપે. ગામમાં તાવ વિગેરે માંદા માણસોની તપાસ કરાવી દવા તથા ખાવાનું મોકલાવે. આમ આખી જીંદગી માવજત ચાલુ હતી. પૂજ્ય પિતાશ્રી એકદમ ભોળા હતા. બધા તેમને લાલજી મહારાજ જ કહેતા. છે(૨) મોટાભાઈના સ્વભાવાનું તો મૂલ્ય જ ન થાય, અને તેમના મુખેથી કોઈને અપમાનીત શબ્દો બોલાશે જ નહીં અને ખોટું કંઈ પણ જ કરશે જ નહીં. (૩) મારે એક બ્લેન છે તેનો પણ સ્વભાવ તેવો (મોટાભાઈ જેવો) છે અને એક આદર્શ સ્ત્રી તરીકેના સર્વ ગુણ તેનામાં છે. ઉપરની ત્રણે વ્યક્તિઓના આચરણ અને સ્વભાવથી અને તેઓના ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) ૩૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448