________________
' મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવાનું હોવાથી સર્વેના આશિર્વાદ
લઈ મુંબઈ જવા રવાના થયા અને ગ્રાંટરોડ સ્ટેશને ઉતરી તેમના મિત્ર ' લીલાધરભાઈને ઘરે ગયા. મુંબઈમાં બે માસના રોકાણ દરમ્યાન અને છેપરીક્ષા પતી ગયા પછી જોવાલાયક સ્થળો જેવા કે-
વિક્ટોરીયા ગાર્ડન, કે હંગીંગ ગાર્ડન, મ્યુઝીયમ, ચોપાટી, પાલવાબંદર વગેરે જોયા. તેઓને મુંબઈમાં હદથી ઓર આનંદ આવવા લાગ્યો. જીવન બદલવાનું હતું. આ લગ્ન થયા.
વિદ્યાર્થી જીવન સમેટી લઈ, તેની મહેનતનું પરિણામ અને જ ગ્રહસ્થાશ્રમમાં દાખલ થવાનું આ વર્ષમાં નિર્ધારિત હતું. ડ્રોઇંગની છે
ફાઈનલ પરીક્ષા, મેટ્રીકની પરીક્ષા તથા લંડન ચેમ્બર ઓફ કોમર્સસીનીયરના પરીણામો પણ હવે આવવાના હતા. વળી આ જ વર્ષમાં સંસ્થાની સેવા ઉઠાવવા કરાંચી બંદરે ગયા.
તે સમયે કરાંચી બંદર હિન્દુસ્તાનનું ત્રીજા નંબરનું બંદર હતું. તે ત્યાં વરસાદ બહુ જ ઓછો. ત્યાં વાહનો ઊંટ અને ખચ્ચર ખેંચે, લોકો ખચ્ચર પર સ્વારી પણ કરે. જૈનની વસ્તી લગભગ બે હજારની | હશે અને ગુજરાતીની વસ્તી ચાલીસેક હજારની હશે. પર્યુષણ પર્વ
ત્યાં કર્યા અને ૨૬ દિવસ રહીને, નાના પ્રકારની મોજ માણીને ૪ છે. રાજકોટ આવ્યા.
ડ્રોઇંગની આખરી પરીક્ષા રાજકોટમાં આપી. મેટ્રિકની પરીક્ષાનું * ફોર્મ તો હેડમાસ્તરે પરીક્ષા લીધા વગર જ ખુશીથી આપી દીધુ હતું.
રાજકોટમાં મહાવીર જયંતિનો દિવસ ઉજવ્યો હતો અને તે દિવસે તેઓશ્રીએ મહાવીર સ્વામીનાં જીવનવૃતાન્ત વિષે ભાષણ કરેલ તેમ આ જ ઘણા “પાઠો” પણ ભજવ્યા હતા. - હવે કમાવા તરફ લક્ષ રાખવાનું હતું. હજુરશ્રી (દરબાર)એ તેમને ઘણા સમજાવ્યા પણ સ્ટેટના પગાર ઓછા હોવાથી તેઓશ્રી મુંબઈ ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા એટલામાં હજુરશ્રીએ તાર કરી પાછા જ બોલાવી લીધા, કારણ કે હજુરશ્રીની લાગણી તેઓ તરફ બહુ હતી.
૩૮૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org