Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 443
________________ ગયા છે' તો કેવળબીજ તથા સોભાગભાઈને પ્રાપ્ત થએલુ જ્ઞાન એ બે વસ્તુ પણ શું છે ? ઉપર લખાયેલા વચનો કૃપાળુદેવના છે અને તે વચનો મહાપુરુષના લખાએલા હોઈને ખોટા તો હોઈ શકે જ નહીં. માટે તેની ખોજ કરવી. બીજો વિક્ષેપ : વચનાવલી નં. ૨૦૦ તેમજ પત્રો નં. ૭૬, ૧૪૩, ૧૭૨, ૧૯૪, ૨૦૭ અને એવા અન્ય પત્રો છે જેમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું મહાત્મ્ય જણાવ્યું છે, વળી કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષ વિહોણી ભૂમી નથી, તેમજ તેમના બીજા એક પત્રમાં જણાવે છે કે ‘સત્પુરુષ ન હોય તો સૂર્ય કોને માટે ઉગશે ? પવન કોને માટે વાશે ? વરસાદ કોને માટે વરસશે ?’ આ ઉ૫૨થી શ્રી શાંતિભાઈએ એમ દૃઢ કર્યું કે જો સત્પુરુષ વિહોણી ભૂમિ નથી તો સત્પુરુષની શોધ કરવી જોઈએ. સવારે ૫ થી ૬ ના ચિંતન વખતે દર્દ ભરેલા હૃદયે અશ્રુભીના નયને કૃપાળુદેવને વિનંતિ કરે કે હે પ્રભુ ! તમે ઠેક ઠેકાણે પ્રત્યક્ષ ઉપર ભાર મૂક્યો છે અને પ્રત્યક્ષની શોધ કરવાની ભલામણ કરી છે તો હે નાથ ! હું પામર, અજ્ઞાન, અબુધ ક્યાં શોધ કરું ? આપ જ મને રસ્તો બતાવો. તે ભાઈના ખ્યાલ મુજબ બનતા ૧૯૭૩ની સાલના કારતક સુદ ૧૫ (કૃપાળુદેવનો જન્મ દિવસ)ના રોજ પ્રેરણા થઈ કે તું સત્પુરુષની શોધમાં લાગી જા. તે આજ્ઞાનુસાર આસરે દોઢેક વર્ષ નીચેના સ્થળોએ ફર્યા અને નક્કી કર્યું કે ઉપ૨ના બંને વિક્ષેપોનો જે પુરુષ યથાતથ્ય જવાબ આપે તેને મારે સત્પુરુષ માનવા શ્રદ્ધા કરવી અને તેના ચરણમાં જીવન વ્યતિત કરવું તે શોધમાટે તેઓ વજેશ્વરી ગણેશપુરી, હરી આશ્રમ, વડોદરા, અમદાવાદ, ગોંડલ, પ્રભાસ પાટણ, તુલસીશ્યામ, ૨. બાણેજ, કંકોઈ, ભદ્રેશ્વર, કુંભારીયાજી, અંબાજી, આબુ, ઇડર, અગાસ, નાર, કાવીઠા ખંભાત, વડવા, ઉત્તરસંડા, વવાણિયા, ધામણ, નાશિક, પુના વિગેરે ઘણા સ્થળોએ ઘણા મહાત્માઓના, સાધુઓના, મહાપુરુષોના સમાગમમાં આવ્યા. બે જગ્યાએ તો જે મહાપુરુષો તરીકે ગણાવે છે શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૪૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448