Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 444
________________ તેની પાસે ૨-૪-૬ માસ સુધી અવારનવાર ગયા પછી પણ ઉપરના પહેલા વિક્ષેપનો જવાબ ક્યાંય મળ્યો નહીં, અને બીજા વિક્ષેપનો જવાબ મોટે ભાગે મળ્યો કે પ્રત્યક્ષ સદ્ગુરુ જોઈએ અને જોઈએ જ. આ રીતે ખૂબ શોધ કરતા શ્રી શાંતિભાઈને એક પરમ ઉપકારી મહાસતીજી પાસેથી જાણવા મળ્યું કે ભાઈ તમે વર્ષ-દોઢ વર્ષથી જેની શોધ કરી રહ્યા છો તેનો ઉકેલ તમને કાંદિવલીમાં અમુક ભાઈ છે તેની પાસેથી જ મળશે. તે ભાઈ આ શોધ કરનાર શ્રી શાંતિભાઈના મિત્ર હતા. તે ભાઈને મળતા તેણે યથાતથ્ય એવા બે મહાપુરુષોના નામ છે અને સરનામા આપ્યા. [ (૧) પૂ. શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈ, સાયલા. (તે સમયે * તેઓ કલકત્તા હતા) (૨) પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા, સાયલા. અને શોધ કરનાર શ્રી શાંતિભાઈ સાયલા આવ્યા. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા જે પૂ. શ્રી સોભાગભાઈના પરમાર્થ-પરમાર્થ માર્ગના (વેલો) યથાતથ્ય જાણનાર પ્રત્યક્ષ સત્પરુષને મળ્યા. શ્રી શાંતિભાઈને વિક્ષેપ નં. ૧ માં જે પાંચે પ્રશ્નો હતા અને જે નીચે લખેલા છે તે પ્રશ્નોના યથાતથ્ય ઉત્તર તે મહાપુરુષ પાસેથી મળ્યા. પાંચ પ્રશ્નો કૃપાળુદેવ ત્રોટક છંદમાં કહે છે કે : ૧. “પલમેં પ્રગટે મુખ આગલસે, ૨. પત્ર નં. ૪૭૧માંથી આત્માને સ્થિરતા થવાને માટે, આત્માને સમાધિ થવાને માટે, સુધારસ કે જે મુખને વિષે વરસે છે તે અપૂર્વ આધાર છે.” ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૪૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448