________________
જ સેવા ચાકરી કરેલ. તેઓશ્રી સદ્ગુરુદેવને કેમ જલ્દી સારું થાય તેની જ છે જ ચિંતામાં રહેતા અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે છે * તેઓશ્રી ખડે પગે હાજર જ રહેતા.
(૨) બીજી એક વખત શ્રી છોટાભાઈ દેસાઈને કોઈ ઓપરેશન માટે મુંબઈ દવાખાનામાં દાખલ * - વા પડેલ ત્યારે પણ શ્રી હિમતલાલભાઈ તેમના સદ્ગુરુની સવાચાકરી કરવા મુંબઈ પહોંચી જ ગયેલ. દવાખાનામાં તેઓશ્રીએ એક મહિના સુધી આંખનું એક મટકય છે. માર્યા વિના શ્રી સદ્ગુરુ દેવની સેવા કરેલ. ત્યાં પણ તેઓને ચિંતા રહેતી કે મને ઝોકું આવી ન જાયતો સારું કે જેથી મારા સદ્ગુરુને કાંઈ
મારી જરૂર પડે ત્યારે કામ આવી શકું. આવી જેની અંતરની શુદ્ધ જ ભાવના હોય તેને ઊંઘપણ શું કરી શકે ? - શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળની તથા આશ્રમની સ્થાપના ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ના રોજથી શરૂઆત થઈ. ત્યારથી પૂજ્ય શ્રી હિંમતભાઈ અવારનવાર સતત હાજરી આપીને આ સત્સંગ મંડળના સભ્યોને પરમ સત્સંગનો ઉલ્લાસપૂર્વક લાભ આપી રહ્યા છે. સત્સંગ મંડળમાં તેઓશ્રી જે શ્રી કાળીદાસભાઈના પદો ઉલ્લાસપૂર્વક સંભળાવે છે છે તેમાંના કેટલાક પદોની કંડિકાઓ નીચે આપેલ છે. જેના ઉપરથી આ જાણી શકાય તેમ છે કે તેઓશ્રીની આધ્યાત્મિક કક્ષા કેવી હોઈ શકે ! '
પદોની કંડિકાઓ કાળીદાસભાઈ કૃત:
(દોહરો) જ્ઞાતા, જ્ઞાન ને શેયનું, ભલું નહિ જ્યાં ભાન, તે ધ્યાતા ને ધ્યેયનું, ધ્યાન છતાં અજ્ઞાન..૧ સતું સાધન ત્યાં શું કરે, સમજ નહિ જ્યાં એક અસતુરૂપ અધ્યાસની, તાણી રાખે ટેક..૨ જડ ચેતનના ભેદનો, લક્ષ ન જહાં લગાર, કવણ ક્રિયાથી તે કરે, જ્ઞાન ગુણ નરધાર...૩
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org