________________
છે તેની સરખામણીનો તુલનાત્મક રીતે ઉંડો અભ્યાસ કરી પોતાના જ
આત્માની અંદર સચોટ નક્કી કર્યું કે કૃપાળુદેવ જે કહે છે તે જ ' પ્રમાણે તીર્થકરો તથા બીજા મહાત્માઓ કહી ગએલ છે અને તે જ ! પ્રમાણે કૃપાળુદેવના વચનામૃતો છે અને તે વચનામૃત ઉપર અહો ! અહો ! ભાવ થવાથી ૧૦ વર્ષ સુધી પુરુષાર્થ કર્યો. પૂજ્યશ્રીએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણિક્યસાગરજીને સાયલામાં ચાતુર્માસ કરાવીને તેમની પાસે અધ્યાત્મસાર, જ્ઞાનસાર તથા અધ્યાત્મ ઉપનિષદ્ગો છે અભ્યાસ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈની સાથે રહીને કર્યો. પ. પૂ.
માણિક્યસાગરજી મહારાજ સાહેબે ઉપરનો અભ્યાસ કરાવીને તેમના જ 1 ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. ! (૫) પૂજ્યશ્રીનું શરીર દિન-પ્રતિદિન સુકાવા લાગ્યું. જેથી તેઓશ્રીના કે ભાઈ ધારસીભાઈ જેમને સાધુ, સંતો, આચાર્યો ઉપર અહો ભાવ ન હોવાથી તેમણે તેઓશ્રીને મહારાજ સાહેબો સાથે સમાગમ કરાવ્યો. મહારાજ સાહેબોએ ધારસીભાઈને એવો અભિપ્રાય આપ્યો કે તમારા ભાઈ અધ્યાત્મને રસ્તે છે અને તેમને તેની જ ઝુરણા છે, જ્યારે તેમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે ત્યારે જ તેમનું સ્વાથ્ય સુધરશે. પૂ. . કાળીદાસભાઈ, પૂ. છોટાલાલભાઈને તથા પૂ. વ્રજલાલભાઈને કહેતા કે લાડકચંદભાઈને ચાલ્યા જતા જોઈએ છીએ ત્યારે કેમ જાણે સાહેબજી જ જતા હોય તેમ મને લાગે છે.
(૯) તેઓશ્રીને પ્રાપ્તિની ઝુરણાં એટલી બધી હતી કે રોજ સુકાતા * જતા જોઈ પૂ. કાળીદાસભાઈએ એક દિવસ આવીને કહ્યું કે અમે કે તમને પ્રાપ્ત કરાવવાનો નિર્ણય કરેલ છે, પણ એ માટે તમને ચોળ મજીઠનો રંગ ચડાવવો છે. આમ પૂ.શ્રીની પરિપક્વ દશા જોઈને તેમના ગુરુ પૂજ્ય શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈએ કાળીદાસ માવજી દોશી અને વૃજલાલ દેવજી વેલાણીની હાજરીમાં સંવત ૧૯૯૪ના છે મહાસુદ ૧૪ તા. ૧૪ જાન્યુઆરીના દિને છોટુભાઈ દેસાઈના મકાનમાં
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org